Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૮] મુઘલ કાલ
, પ્રિ. ઉદયસિંહ ૨ જે, એક પછી એક સત્તા ઉપર આવ્યા. છેલ્લા ઉદયસિંહ ર જાના ઈ.સ. ૧૭૦૧માં થયેલા અવસાને એને કુમાર વીરસિંહ અને ઈ.સ. ૧૭૧૬ માં થયેલા એના અવસાને કુમાર રાયભાણ સત્તા ઉપર આવ્યું. એના બે કુમારગુલાબસિંહ અને જોરાવરસિંહે ગાદી માટે દામાજી ગાયકવાડ પાસે દવા દાખલ કર્યા. દામાજીએ રાજ્યના બે ટુકડા કરી આપી વાંસદાની સત્તા ગુલાબસિંહને અને બિસનપુરની સત્તા અલગ કરી જોરાવરસિંહને આપી. ઈ.સ. ૧૭૬૨ થી ગાયકવાડની સત્તામાં આવી જતાં બીજી શાખા બંધ થઈ. ઈ.સ. ૧૭૫૩ માં ગુલાબસિંહનું અવસાન થતાં, એ અપુત્ર હેઈ, એના પિતરાઈ ભાઈ ઉદયસિંહને કારભારીએ અભિષેક કરી ગાદીએ બેસાડવો, આથી જોરાવરસિંહે પેશવા સમક્ષ દાવો દાખલ કર્યો ત્યારે પેશવાએ વાંસદામાંથી પાંચ ગામ અપાવી પતાવટ કરી આપી.૫૫
૧૧, ધરમપુરના સિસોદિયા ઈ.સ. ૧૨૬૨ માં સિસોદિયા રાણાના એક વંશજ રામ રાજાએ દક્ષિણ ગુજરાતમાં પોતાની સત્તા, ત્યાંના સ્થાનિક થેરાત વંશના ભીલ રાજવીને ભારી, રામનગર વસાવી સ્થાપી. ઈ.સ. ૧૨૯૫ માં એનું અવસાન થતાં સોમ સત્તા ઉપર આવ્યો, જેના ઈ.સ. ૧૩૩૫ માં થયેલા અવસાને પુરંદર, એના ઈ.સ. ૧૩૬૦માં થયેલા અવસાને ધરમ, એના ઈ.સ. ૧૩૯૧માં થયેલા અવસાને ગોપુ, એના અવસાને ઈ.સ. ૧૪૦૨ થી ૧૪૭૦ સુધી જગત, ઈ.સ. ૧૫૦૦ સુધી નારણ, ઈ.સ. ૧૫૧ સુધી ધરમ ૨જો અને ઈ.સ. ૧૫૬૬ સુધી જગત ૩ –એક પછી એક ગાદીધાર બન્યા. એના ઉપર સુલતાન મુઝફફર ૩ જાની ઇતરાજી થયેલી. આના અવસાને ઈ.સ. ૧૫૬૬ માં એને કુમાર લક્ષ્મણદેવ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૫૭૬માં મુઘલોએ લક્ષ્મણદેવ પાસેથી ખંડણી વસૂલ કરી એને ખંડિયે બનાવ્યો. એના અવસાને ઈ.સ. ૧૬૦૦ માં સેમદેવ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૬૦૯-૧૦માં અહમદનગરના વજીર મલિક અંબરે ગુજરાત પર સવારી કરી વડેદરા–સુરત લૂંટયાં ત્યારે ગુજરાતના સૂબેદાર મીરઝા અઝીઝ કેકાના પુત્ર અને નાયબ સુબેદાર જહાંગીર કુલીખાને ગુજરાતના રક્ષણ માટે રામનગરમાં ઘોડેસવારી લશ્કરી થાણું સ્થાપ્યું. સોમદેવના ઈ.સ. ૧૬૩૫ માં થયેલા અવસાને રામદેવ સત્તા ઉપર આવ્યો, જેણે રામનગરમાંથી ગાદી બદલી આસરતામાં સ્થાપી, પણ પછી ઈ.સ. ૧૬૫૪ માં ફતેપુરમાં ખસેડી લીધી હતી. ઈ.સ. ૧૬૬૪ માં અને ૧૬૭૮ માં શિવાજીએ સુરત લૂટયું ત્યારે આ રામદેવે શિવાજીને સારી સહાય કરી હતી. એના ઈ.સ. ૧૬૮૦ માં થયેલા અવસાને શેહદેવ સત્તા પર આવ્યું, જેનું ઈ.સ. ૧૭૭૧ માં અવસાન થતાં રામદેવ ર જે રાજવી બન્યો. આના સમયમાં ઈ.સ.