Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪] મુઘલ કાલ
મિ . શક્યતા છે. ઈ.સ.ના ૧૪મા સૈકામાં થયેલા બાળ રાવળે મેહનથી બદલી છેટાઉદેપુરમાં ગાદી સ્થાપી. એના સમયમાં મુઘલ સત્તાની પડતી અને મરાઠાઓની સત્તાને ઉદય શરૂ થયો, જેમાં છેટાઉદેપુરના રાજયનો કેટલોક ભાગ મરાઠાઓએ દબાવી લીધો હતો.• (૨) બારિયાના ખીચી ચૌહાણ
ચાંપાનેરના ખીચી ચૌહાણ જયસિંહ ઉર્ફે પતાઈ રાવળને ઈ.સ. ૧૪૮૫ માં ઉચ્છેદ થયે અને મહમૂદ બેગડાએ એ રાજ્ય પોતાના રાજ્યમાં સર્વશે મેળવી દીધું ત્યારે જયસિંહને નાને પુત્ર ડુંગરસી દેવગઢબારિયામાં જઈ વસ્યા અને ત્યાં એણે પણ નાનું રાજ્ય સ્થાપ્યું. રાવળ ડુંગૂરસીના મરણ પછી ઉદયસિંહ રાયસિંહ વજેસિંહ અને માનસિંહ એક પછી એક સત્તા ઉપર આવ્યા. ઈસ. ૧૭૨૦માં માનસિંહનું અવસાન થતાં એક બલુચ સરદારે રાજ્ય કબજે કરી લીધેલું ત્યારે વિધવા રાણી કુમાર પૃથુરાજને લઈ ડુંગરપુરના રાવળને ત્યાં આશરે જઈ રહી. ઈ.સ. ૧૭૩૬ માં ડુંગરપુરના રાવળની મદદથી રાણીએ પેલા સરદાર પાસેથી રાજ્યનો કબજો લઈ એને ત્યાંથી હાંકી કાઢો. એ પછી ઉદાજી પવાર, મહારરાવ હેકર વગેરેની સરદારી નીચે મરાઠા બારિયાના પ્રદેશમાં આવ્યા ત્યારે પૃથુરાજ પાસે ખંડણી નહિ લેતાં એને બારિયાના રાજા તરીકે કબૂલ રાખ્યો. પૃથુરાજના અવસાને એનો મોટો કુમાર રાયધર સત્તા ઉપર આવ્યો. એના અવસાને એને પુત્ર ગંભીરસિંહ સત્તા ઉપર આવ્યો.૫૧ (૩) માંડવાના ખીચી ચૌહાણ
વડોદરા જિલ્લામાં ડભોઈથી ઉત્તરે આવેલું માંડવાનું રજવાડું પણું જૂનું છે. ખીચી ચૌહાણેએ ચાંપાનેર સુધી આવી ત્યાં રાજગાદી સ્થાપી ત્યારે પાલાનદેવની સાથે એનો ભાઈ પ્રતાપસિંહ પણ મારવાડમાંથી આવ્યો હતો. આ જ પ્રતાપસિંહ કારવણમાં જઈ ૩૦૦ ગામનું રાજ્ય સ્થાપ્યું. એના વંશમાં થયેલા નાહારસિંહજી ઉપર મહમૂદ બેગડાએ ચડાઈ કરેલી તેથી એ નાસી નંદેરિયા ચાલ્યા ગયા. ત્યાંના રાજવીની કુંવરી સાથે લગ્ન થયું અને એને ત્યાંનું રાજ્ય મળ્યું. એના અવસાને એના પછી આવેલા એના કુમાર માલસિંહજીએ નંદેરિયાથી ચાણોદમાં રાજધાની બદલી. એના વંશમાં થયેલા વાઘસિંહજીએ ત્યાંથી બદલાવી જૂના માંડવામાં રાજધાની કરી. એના વંશમાં થયેલા કાનજીને પાટવી કુમાર વાઘજી સત્તા ઉપર આવ્યો ત્યારે ઈ.સ. ૧૬૬૮ માં જૂના માંડવા છોડી હાલ જ્યાં માંડવા ગામ છે ત્યાં રાજધાની બદલાવી. વાધજી પછી રાણે સંગરામસિંહ