Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પસુ']
સમકાલીન રાજ્ય
[૪૫
રાખી બાકીનાં ૧૨ ગામ રહેવાને આપ્યાં તે ઝઘડા શાંત કર્યાં. ફરી રહેવરાએ માથું ઊંચકેલું, પણ મહારાજા અભયસિંહ બીજી વાર અમદાવાદમાં સુબેદાર તરીકે આવી રહેલા એટલે એમણે રહેવાના બળવા દબાવી દીધા.
થેાડા સમય પછી શિવસિંહજીને ઈડરમાં મૂકી કાકા રાયસિંહુ મેાડાસા ગયા તે ત્યાં કિલ્લા કરી ત્યાં જ રહેવાનું રાખ્યું. ઈ.સ. ૧૭૪૬ માં પૂનાથી આવેલી મરાઠા ફોજ ખંડણી માટે મેાડાસા ઉપર ચડી આવી, પણ રાસિ હું તા ખંડણી આપવાના ઇન્કાર કરતાં મામલા તંગ થયા. માડાસાને કિલ્લે પડયો અને રાયસિંહ નવા વસાવેલા રાયગઢમાં થઈ ઈડર ચાણ્યા આવ્યે।. ઉપરના જંગમાં રાયસિહજીના સાથીદાર ચંપાવત જીવણદાસ અને એના ભાઇ પ્રતાપસિ હુ ધાયલ થયા હતા. પ્રતાપસિ હને રાયસિંહ સમજી, પાલખીમાં નાખી, કેદ કરી મરાઠા અમદાવાદ લઈ ગયેલા, અને જાહેરાત કરી કે દંડના ૮૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે તા હેાડવામાં આવશે. રાયસિ ંહે ગમે તે રીતે ૮૦,૦૦૦ રૂપિયા એકઠા કરી પ્રતાપસિંહને ખેાડાવવા પે।ઠ રવાના કરી, પણ ત્યાં તે યુક્તિથી પ્રતાપસિંહ કેદમાંથી છટકળ્યો તે પેથાપુર આવતાં ત્યાં પેાઠ સામે મળી. એને પાછી વાળી પ્રતાપસિંહ ઈડર આવ્યેા ને રાયસિંહને મળ્યા.
ઈડરનું રાજ્ય જમાવવામાં જે રાજપૂત સરદારાએ આણુંદસિ ંહજીના સમયથી સહાય કરી હતી તે બધાને ગામગરાસ આપીને સંતુષ્ટ કરી શિવસિંહજીએ પેાતાનું સારું' એવુ` બળ જમાવવામાં સફળતા મેળવી.
ઈ.સ. ૧૭૫૫ માં અમદાવાદની મુઘલ રાજ્યસત્તાને નાખૂદ કરવા પેશવા અને ગાયકવાડની ફાજ અમદાવાદ ઉપર ચડી આવી ત્યારે પેશવાના સેનાપતિ રાધેાખાએ ઈડરની મદદ માગતાં શિવસિંહ મદદે ગયેલા.૪૯
૯. ખીથી ચૌહાણ વંશ
(૧) એટાઉદેપુરના ખીચી ચૌહાણ
ચાંપાનેરના ખીચી ચૌહાણુ જયસિંહ ઉર્ફે પતાઈ રાવળના ઈ.સ. ૧૪૮૫ માં ઉચ્છેદ થયા અને મહમૂદ બેગડાએ એ રાજ્ય પેાતાના રાજ્યમાં સહ્શે ભેળવી દીધું ત્યારે જયસિંહના બીજા પુત્ર પૃથ્વીરાજે નમદા-કિનારાના મેાહન નામના સ્થળમાં પહેાંચી ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું, જે ભવિષ્યમાં છેટાઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું. પૃથુરાજ પછી કરણસિંહ વજેસિંહ ગુમાનસિંહ રાયસિંહ તેજસિંહ અને જસવંતસિંહ રાજા થયા. આ છેલ્લે જસવંતસિંહ એ બાજી રાવળ’ હાવાની
૪-૬-૧૦