Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૬]
[X.
સુઘલ કાલ
૨. જેઠવા વંશ
મુઘલ સત્તાને ગુજરાતમાં આરંભ થયા ત્યારે રામદેવજી ૪ થા (૧૬૭), ભાણજી ૭મા (૧૬૮) ખીમેાજી ૩ જો (સગીર) (૧૯) એક પછી એક સત્તા પર આવ્યા, ખીમાજી ૩જો સગીર હાવાથી એની માતા કલાંબાઈ વાલી તરીકે સત્તા ભાગવતી હતી. જામતી સત્તાએ બરડાનો . બધા પ્રદેશ કબજે કરી લીધા હતા. આ કટોકટીના સમયે રાજ્યનેનિમકહલાલ મેર અને રબારી લાકોએ સારી ક્ આપી. સદ્ભાગ્યે પેારબંદરના દરિયામાં સમુદ્રના તેાટ્ટાને ભાંગેલું કેાઈ વહાણુ તણાઈ આવ્યુ તેમાંથી ધણું દ્રવ્ય મળ્યું, આનાથી મેર અને રબારી લાકાનુ એક પ્રબળ સૈન્ય કલાંબાઈએ ઊભું કર્યું. આ અરસામાં અકબરનાં સૈન્યાએ મુઝફ્ફરશાહ ૩ જાતે પકડવા સૌરાષ્ટ્રને ખૂં છું એમાં નવાનગરના જામ સતાજીને ભારે માર પડયો. આ -તકનો લાભ રાજમાતાએ ઉડાવ્યેા અને ભાદર નદીથી લઇ છેક વસ્તુ નદી સુધીનો પોતાનો ઉત્તરનો પ્રદેશ હસ્તગત કરી લીધે, મેરી પ્રજાએ બતાવેલી વફાદારીનો બદલા રાજમાતાએ ૧૬ જેટલાં ગામ પસાયત કરી વાળી આપ્યા.
ઉમરે આવતાં ખીમેાજીએ પોતાનો લાંખા સમય પ્રજાની ઉન્નતિને માટે ગાળ્યા, સંખ્યાબંધ ગામાને કિલ્લા ધાવ્યા. હાયાનો વર્તમાન કિલ્લા આ ખીમાજીએ બધાવેલા છે. ૧૮
એના ઈ.સ. ૧૬૩૫ માં થયેલા અવસાને૧૯ એના કુમાર વિક્રમાતજી (૧૭૦) અને ઈ.સ. ૧૬૭૧ માં એનેા પુત્ર સરતાનજી ૧ લેા (૧૭૧) ક્રમે રાજા થયા. આ રાણાના સમયમાં મુઘલ સત્તાનાં મૂળિયાં હચમચવા લાગ્યાં, પણ રાણાના પ્રદેશ સુધી કેાઈની નજર નહેાતી. આ રાણાનું મહત્ત્વનું કા' તે ઈ.સ. ૧૬૭૧-૧૬૮૬ માં પેારબંદરને બંદરીય દષ્ટિએ આબાદ બનાવવા નાણાંના સારે। વ્યય કરી શહેરને કરતા મજબૂત કિલ્લો બંધાવ્યેા. એ વખતે છાયામાં મુઘલ સત્તાના અવશેષ તરીકે મુસ્લિમ થાણુદ્દાર હતા તેને પણ દૂર કરવામાં આવ્યે.
સરતાનજીનું ઈ.સ. ૧૬૯૯ માં અવસાન થતાં એનેા પુત્ર ભાણજી ૮ મા ૧૭૨) સત્તા ઉપર આવ્યા. એનું એ વર્ષમાં જ અવસાન થતાં એને પુત્ર ખીમાજી ૪ થા (૧૭૩) સત્તા પર આવ્યા. ઈ.સ. ૧૭૨૭ પહેલાં સરમુલ દખાને ખંડણી ઉધરાવવા છાયા પર ચડાઈ કરી હતી. માંગરોળના શ્રીમાળી વણિક દેસાઈએ એ સમયે જૂનાગઢના પ્રદેશમાં જૂનાગઢના ફાજદાર વતી દેસાઈગીરી કરતા હતા. માધવપુર-ઘેડની દેસાઈગીરી પણ એમના હાથમાં હતી. જૂનાગઢ અને માંગરાળ પર મુસ્લિમ પકડ હાઈ આ તીધામને બચાવી લેવા ઈ.સ.