Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૮).
મુઘલ કાલ
પછી અનુક્રમે પૃથુરાજ દીપ કરણ અરાજ સુજનસિંહ અને ભૈરવસિંહ. એક પછી એક સત્તા ઉપર આવ્યા. ચિત્તોડને રાણા ઉદયસિંહ આપત્તિમાં આવ્યો ત્યારે કૌરવસિંહને આશ્રયે આવી રહ્યો હતો. ઈ.સ. ૧૫૪૩ થી ૧૫૮૩. સુધી રાજપીપળાના રાજવીઓએ સ્વતંત્ર રીતે રાજ્ય કર્યું હતું. ભૈરવસિંહજીના અવસાને એનો પુત્ર પૃથુરાજ સત્તા ઉપર આવ્યો. ઈ.સ. ૧૫૭૩ માં અકબરે, ગુજરાત હસ્તગત કર્યું ત્યારે રાજપીપળાના રાજવીને કાબૂમાં રાખવા ત્યાં મુઘલ થાણું બેસાડવામાં આવ્યું હતું. આ અરસામાં ઈ.સ. ૧૫૮૩ થી ૧૫૯૩ સુધીનાં ૧૦ વર્ષ પુથુરાજને ત્રણ વાર જંગલમાં આશ્રય લેવાનું થયું હતું.
પૃથુરાજના મરણ પછી દીપસિંહ દુર્ગ શાહ મહારાજ રાયસાલ ચંદ્રસેન ગંભીરસિંહ સુરાજ જયસિંહ મૂલરાજ સુરમાલ ઉદેકરણ ચંદ્રભા છત્રસાલ અને વેરીસાલ અનુક્રમે સત્તા પર આવ્યા. ઈ.સ. ૧૭૦૫માં ગુજરાતના દક્ષિણ ભાગ પર મરાઠાઓએ સવારી કરી પ્રદેશને ઉજજડ કરવાનો આરંભ કર્યો ત્યારે એમને. દબાવવા ઓરંગઝેબે નજરઅલી વગેરે સરદારોને મોકલ્યા હતા. આ સરદારોને વેરીસાલની સહાય કશે કામ આવી જણાતી નથી. ઈ. સ. ૧૭૧૫ માં એના અવસાને એને મેટો કુમાર જિતસિંહ સત્તા ઉપર આવ્યો તેણે તકનો લાભ લઈ નાંદેદન પરગણું સ્વત ત્ર રીતે કબજે કરી લીધું ને મુઘલ થાણાને ઉઠાડી મૂક્યું. આ સમયે (ઈ.સ. ૧૭૩૦માં) જિતસિંહ રાજપીપળા(જૂનારાજ)માંથી ગાદી ખસેડી નાંદોદ( હાલનું રાજપીપળા માં સ્થાપી. એનું ઈ.સ. ૧૭૫૪માં અવસાન થતાં એને બીજો પુત્ર પ્રતાપસિંહ સત્તા ઉપર આવ્યો.૪૫
૬. ઓખામંડળને વાઢેર વંશ આશરે ૧૩ મી સદીમાં ભારવાડમાંથી વેરાવળજી અને વીજલજી નામના. રાઠોડ રાજપૂત ભાઈઓ દ્વારકામાં આવી ચડ્યા હતા. એ પ્રદેશમાં હેરેલ રાજપૂત અને ચાવડા રાજપૂતો વચ્ચે વિગ્રહ ચાલુ હતા. એ વિગ્રહને અંતે રાઠોડ ફાવ્યા અને આ પ્રદેશમાંથી ચાવડાઓનું નિકંદન કાઢી, આસપાસનો પ્રદેશ તાબે કરી એમણે એક નાની પણ પ્રબળ સત્તાની સ્થાપના કરી. હવે એ રાઠોડેએ “વાર કે ‘વાટેલ” એવી અટક શરૂ કરી. વેરાવળજીએ હવે આગળ વધી કચ્છના નાના રણ નજીકની વેદમતી નદી સુધીનો પ્રદેશ પણ હાથ કરી લીધું. એણે પોતાની રાજધાની દ્વારકાની ઉત્તરે અખાતના કાંઠે આરંભડા ગામની નવી વસાહત કરી ત્યાં ખસેડી લીધી. એના અવસાને એને પુત્ર વિકમસી સત્તા ઉપર આવેલો. આ વિકમસીની પછી નવ રાણ થયા ને એમણે બધાં મળી ૧૨૦ વર્ષ રાજ્ય કીધું. વિમસીની ૧૧ મી પેઢીએ સાંગણ થયો તેણે પિતાનું રાજ્ય જામખંભાળિયા સુધી વધાર્યું