Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું]
સમકાલીન રાજે
[૧૩૯
હતું. એ સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ચાંચિયાગીરી ચલાવતો તેથી રા' માંડલિક ૩ જ. એ બેટ-શંખોદ્વારના રાજવી સાંગણના પ્રદેશ પર ચડાઈ કરી જેને હરાવેલો તે આ. સાંગણ (ગ્રંથ ૫, પૃ. ૧૬૩). એને માણેક અવટંકના વાઘેર સાથે અથડામણ થયા કરતી, તેથી એણે ઓખામંડળ ઉપર વાઢેરાની સત્તા અને દ્વારકા પર વાઘેરોની સત્તા રહે એવી સંધિ કરી. વળી બંનેએ મિત્રાચારીથી રહેવું કે જેથી બહારના શત્રુ આવી બેઉનો વિનાશ ન કરી શકે એમ પણ સમજૂતી થઈ ત્યારથી આ. બંને જાતિ સંપીને રહે લાગી. સાંગણ પછી એને કુમાર ભીમજી સત્તા. ઉપર આવેલે. ભીમજીના સમયમાં દ્વારકાના દરિયા વિરતારમાં થતી ચાંચિયાગીરીને દાબવા મહમૂદ બેગડે ચડી આવેલ અને ભીમજીને નસાડી સમગ્ર પ્રદેશ ઉપર મુસ્લિમ સત્તાની આણ વર્તાવેલી, પણ પછી પાછળથી વાઢેરાએ પ્રબળ સૈન્ય એકઠું કરી સમગ્ર પ્રદેશ હસ્તગત કરી લીધો હતો.૪૪
આશરે ઈ.સ. ૧૫૯૨ માં અકબરની ભીંસથી મુઝફફર નાસીપાસ થઈને આરંભડાના વાઢેર રાણા શિવ(સવજી)ને આશરે આવેલો ત્યારે ચડી આવેલી મુઘલ સત્તાની સાથેના યુદ્ધમાં શિવ રાણાએ પ્રાણુ ખોયેલા. પરિણામે ઓખામંડળને. પ્રદેશ ફરી મુરિલમ સત્તા નીચે (એ સમયે મુઘલ સત્તા નીચે) આવી ગયો. આ. વખતે શિવ રાણા કુમાર સાંગણ સિંધ તરફ ભાગી છૂટયો, પરંતુ મલ. નામના માણેકે મુસ્લિમ શાસકોને કાયર કાયર કરી નાખ્યા. સાંગણજીને સિંધમાં ખોળવા ગયેલે સામળો માણેક સાંગણુજીને લઈ પાછો આવ્યો ત્યારે થયેલા ભારે યુદ્ધમાં મુસ્લિમ સૈન્ય હારી ગયું ને સાંગણજીને આરંભડાની ગાદી ઉપર અભિષેક કરવામાં આવ્યો.
સાંગણ પછી અખેરાજજી સત્તા પર આવ્યો. એ હજી કુમાર હતો ત્યારે એના બનેવી નવાનગરના જામે એને કેદ કરી લીધેલે, પણ દ્વારકાના રાણું માણેકના પુત્ર પતરામલે વાઘેરોની ફોજ લઈ જઈ એને છોડાવ્યો હતો. અખેરાજજી ઈ.સ. ૧૬૬૪ માં અવસાન પામતાં એને પુત્ર ભોજરાજજી ગાદીએ બેઠો. એના. પાટવી કુમાર વજેરાજજીને બાકીના છ ભાઈઓ સાથે અણબનાવ થતાં ભોજરાજજીએ એને પોશીતરાની જાગીર વંશપરંપરા આપી ત્યાંને વહીવટ સોંપી દીધો.
ઈ.સ. ૧૭૧૫ અને ૧૭૧૮ ના ગાળામાં આરંભડા અને પોશીતરાના વાઢેર સરદારોએ દ્વારકાવાળા વાઘેરોની મદદથી સૌરાષ્ટ્રમાં કેટલેક સ્થળે ધાડ પાડી હતી. ત્યારે નવાનગર ગાંડળ અને પોરબંદરની ફોજેએ ચડી આવી એમને ભીંસમાં લીધેલા. આ પ્રસંગે નવાનગરનો જે પ્રદેશ અગાઉ વાઘેરોએ બથાવી પાડેલ તે એમણે. જતો કરવો પડયોને એ ખામંડળના પ્રદેશમાં જ એમની સત્તા મર્યાદિત બની ગઈ.