Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ મુ’]
સમકાલીન રાજ્ય
[ ૧૪૧.
ત્યાંના મુઘલ લશ્કરને ભગાડયું તે ત્યાં પેાતાનું થાણું ખેસાડયું. પેથાપુરના વાઘેલા ઠાકાર આ વખતે વીરમદેવ પાસે હતા તેથી નાતા મુધલ લશ્કરે પેથાપુરમાં આવી લૂ ટાટ કરી, એની માહિતી મળતાં પેથાપુરના ઠાકારની વિન’તીથી વીરમદેવે પેથાપુર આવી મુઘલા પાસેથી એનેા કબજો લઈ વાધેલા ઠાકારને સોંપ્યા. વીરમદેવ સામે ગુજરાતના સૂબેદારે એક ફોજ મેાકલી, આથી વીરમદેવ ઇડર છેાડી પેાળા ચાણ્યા ગયા. છેવટે એણે મુલેાની અધીનતા સ્વીકારી અને ઈડરના કબજો પુનઃ પ્રાપ્ત કર્યાં. એનું દગાથી અવસાન થયું હોવાનું મનાય છે. આ રાજા વિશે અનેક કથાઓ પ્રચલિત થઈ છે. એની પાછળ એની પાંચ રાણીએ સતી થઈ દાવાની અનુશ્રુતિ છે.
રાવ કલ્યાણમલ
વીરમદેવના અવસાને (ઈ.સ. ૧૫૯૭) એને સંતાન ન હેાવાથી ભેના નામેા ભાઈ કલ્યાણમલ ઈડરની ગાદીએ આબ્યા. શરૂઆતમાંની ઘેાડી અવ્યવસ્થાના લાભઃ લઈ ઉદેપુરના રાણાએ સરહદના કેટલાક પ્રદેશ કબજે કરી લીધેલા તે બધા પ્રદેશ કલ્યાણમલે ફરી હસ્તગત કરી ઇડરને મજબૂત કરવામાં સફળતા મેળવી. એના જીવન દરમ્યાન પડેાશના ગરાસદારા સાથે વારંવાર અથડામણ થયા કરતી. એને ૪૭ વર્ષોના રાજ્યકાલ અશાંતિમાં જ ગયેા હતેા.
રાવ જગનાથ
ઈ.સ. ૧૬૪૪ માં રાવ કલ્યાણમલનું અવસાન ચાં અને પુત્ર જગન્નાથ ઈડરની ગાદીએ આવ્યેા. એના સમયમાં પણ ગુજરાતના સૂબેદાર ઇડર ઉપર ચડી આવ્યેા, જેને કારણે રાવ કુટુંબકબીલા સાથે પેાળા ચાહ્યું। ગયેા. રાવ ચારિત્ર્યના સારા નહાતા એટલે એના ચાલ્યા જવાથી પ્રજાએ પણ રાહતના દમ. ખેચ્યુંા હતા. પેાળામાં જગન્નાથ બીમારીમાં સપડાયા અને ઈ.સ. ૧૯૭૫ માં અવસાન પામ્યા.
રાવ પૂજા ૩ જો
પિતાના અવસાને રાવ પૂજો દિલ્હીમાં પહેાંચે અને ત્યાં બાદશાહની તાકરી કરવા માંડી. એણે બાદશાહની સારી કૃપા મેળવી, બાદશાહે જ્યારે એને ઈડર આપવાની ઇચ્છા કરી ત્યારે જયપુરના રાજવીએ જૂના વેરને કારણે એમાં વિઘ્ન નાખ્યું તે પૂજાને બાદશાહ તારા પર ગુસ્સે થયા છે એવુ કહી એને લ્હિીથી નસાડી મૂકજો. ત્યાંથી એ ઉદેપુર ગયા અને રાણાને મદદથી એણે ઇડર પર ચડી આવી મુઘલ ફોજદાર પાસેથી ઈ.સ. ૧૬૮૫ માં ઇડરને બન્ને કરી લીધેા. થાડા સમય પછી એના નાના ભાઈ અજુનદાસે ઝેર આપી દગાથી એનેા ધાત કર્યાં.