Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૦ ]
મુઘલ કાલે
(પ્ર.
વજેરાજજીને પોશીતરાની જાગીર અપાતાં આરંભડાના આમ બે ભાગ થયાં તો વાઘેરના પણ દ્વારકા અને વસઈના બે ભાગ પડ્યા. આ ચારે પોતપોતાને રાજા કહેવડાવતા હતા, આમ છતાં બહારના શત્રુઓ સાથે એ એકરૂપ હતા.
૭. જસદણને પાથર-કાઠી વંશ ખાચર વંશને સગડ મેળવતાં પૂર્વ પુરુષ તરીકે વિક ખાચર જાણવામાં આવે છે, જેણે ઈ.સ. ૧૬ ૬૫ માં જસા ખુમાણ નામના કાઠીની સત્તામાંથી જસદણ ઝૂંટવી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી. આ વીકાના પિતાનું નામ માણસિયે અને દાદાનું નામ લખો જાણવામાં આવેલ છે, તેથી એના વંશજો “લખાણું” શાખાના કહેવાય છે.
નીક ખાચર ઈ.સ. ૧૬૮૫ માં અવસાન પામતાં એને બીજો પુત્ર માણસિયો જસદણની ગાદીએ આવ્યો. એ ખુમાણ શાખાના કાઠી લેકે સાથેના એક યુદ્ધમાં માર્યો જતાં એને ઓરમાન ભાઈ ચલે ગાદીએ આવ્યો. એ મરણ પામતાં એને પુત્ર ઢેિ અને એના પછી વાજસૂર ગાદીએ આવ્યો. ગાદીએ આવ્યો ત્યારે સગીર
એ હાઈ એનો કાકો જેઠસૂર વાલી તરીકે રાજ્ય કરતા હતા. જેઠસૂરના અવસાને વાજસૂરે સત્તા હાથ ધરી અને એ રાજ્ય કરવા લાગો (ઈ.સ. ૧૭૮૮ પહેલાં).૫૮
૮. ઈડરના રાઠોડ વંશ (૧) જૂને રાઠોડ વંશ રાવ નારાયણદાસ
ઈ.સ. ૧૫૭૩ માં સ્થપાયેલી મુઘલાઈમાં મુઘલાઈને એ તાબેદાર જમીનદાર તરીકે ચાલુ તે રહ્યો, પછીથી એણે એ તાબેદારી ફગાવી દઈ બંડ કર્યું. કુલીઝખાન વગેરે અધિકારીઓએ ડુંગરમાળામાં એનો પીછો કર્યો અને છેવટે રાવને હરાવ્યો, ને ઈડર મુઘલાઈ સત્તા નીચે સીધું આવી પડયું (ઈ.સ. ૧૫૭૬). આખરે કંટાળી રાવ પોતાના પુત્ર વીરમદેવને લઈ દિલ્હી પહેઓ અને અકબરને નમી પડ્યો,૪૮અ અકબરે ઈડરની સત્તા નારાયણદાસને પરત કરી (ઈ.સ. ૧૫૭૮). રાવ વીરમદેવ
નારાયણદાસ ઈ.સ. ૧૫૭૯માં અવસાન પામતાં એને શુરવીર પુત્ર વીરમદેવ ઈડરની ગાદીએ આવ્યું. પડોશી ડુંગરપુર રાજ્યના રાવળ તરફથી થયેલા કઈ
અપમાનના કારણે વીરમદેવે ડુંગરપુર લૂંટયું હતું. એણે હાથમતીના કાંઠે આવેલ -અહમદનગર(આજના હિંમતનગર)ને કિર્લો સર કરવા એના ઉપર હલ્લો કરી