Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું ]
સમકાલીન રાજે
[ ૧૩૩
બીજી એક બ્રાહ્મણ કન્યાના બચાવમાં લખધીરજીએ પ્રાણ ખેયા પછી એને પુત્ર ભોજરાજ ર જે,૩૯ પછી ઓચછ અને રતનજી ક્રમે સત્તાધારી બન્યા. રતનજીના વખતમાં અમીનખાન ઘોરી ખંડણી ઉઘરાવવા આવ્યો ત્યારે રતનજીએ લાચારી બતાવી એ પરથી અમીનખાને મૂળીમાં થાણું જમાવ્યું. આ કારણે રતનજીને બહારવટું ખેડવું પડેલું, જેમાં એણે પ્રાણ ખોયા. આ ગાળામાં કાઠીઓએ થાન અને પછી રોટીલા પડાવી લીધાં.
રતનજી પછી મૂળીની ગાદીએ કરણજી જગદેવ રામસિંહ રાયસિંહ રતનજી(૨) કલ્યાણસિંહ મૂછ રતનજી( ૩ જો) એક પછી એક સત્તા પર આવ્યા.૪૦ (ર) દાંતાના પરમાર | ગુજરાતની પૂર્વોત્તર સીમાએ આવેલું દાંતા રાજ્ય પરમારનું રાજ્ય હતું. આ રાજ્યને પૂર્વ ઇતિહાસ દંતકથાઓનાં જાળાઓમાં અટવાઈ પડેલે હાઈ સાચો ઇતિહાસ તારવવો ખૂબ જ મુશ્કેલ છે. સિદ્ધરાજના સમકાલીન કહેવાતા કઈ જગદેવ પરમાર સાથે એને ઇતિહાસ જોડવામાં આવે છે. એના પછી જગધવલ મેઘરાજ બીજભાણ હંસરાજ રવાપાળ અનુક્રમે થયા. રવપાળે નગરઠઠ્ઠા બામનવા અને બેલા (કચ્છ) એ ત્રણે સ્થળે રાજ્ય સ્થાપેલું કહેવાય છે. એના પછી નગરાજ અંબરાજ વિજયરાજ બાગરાજ બરિઅચરાય અને ભાણ નામના રાજવીઓ એક પછી એક થયા. આ વંશમાં પછીથી દામોજી અને જસરાજ થયા. જસરાજનો પુત્ર કેદારસિંહ ઉર્ફે કેસરીસિંહ અંબાજીના ધામ નજીકના ગમ્બરગઢમાં રહેતો. તેણે તરસંગમાં સત્તા ભોગવતા તરસંગિયા ભીલને મારી ત્યાં ગાદી સ્થાપી (ઈ.સ. ૧૨૬૯). એના પછી જગતપાલ વીરસેન સેડદેવ સિદ્ધરાજ ભાણ જગમાલ કાનડદેવ અને કલ્યાણદેવ અનુક્રમે સત્તા પર આવ્યા. આ કલ્યાણદેવના સમયમાં બે વાર મુસ્લિમ આક્રમણ થયાં હતાં. એના પછી મહીપાલદેવ ગોવિંદ રાય લક્ષ્મણદેવ રામદેવ કહાનદેવ મેઘરાજ અજુનદેવ અને આશકરણ અનુક્રમે રાજા થયા હતા. મુઘલ બાદશાહ અકબરે આશકરણને “મહારાણ'ની પદવી આપી દેવાનું કહેવાય છે.
આશીકરણ પછી વાઘ ગાદીએ આવેલ. એને ઈડરના રાવ કલ્યાણમલની સાથે થયેલા અણબનાવને કારણે થયેલા વિગ્રહમાં કેદ પકડાવાનું થયું ત્યારે વાઘને નાનો ભાઈ જયમલ કલ્યાણમલને ત્યાં હતા તે નાસી છૂટયો ને રાવના માણસોએ કબજે કરેલા તરસંગમને કબજો લઈ લીધો. આની જાણ થતાં રાવ કલ્યાણમલ તરસંગમ ઉપર ચડી આવ્યો, પણ યુદ્ધમાં પરાજય પામી ઈડર ચાલ્યો ગયો.