Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું]
સમકાલીન રાજે
[૧૩૫
કુંભા પછી રામસિંહ રાયમલ અને મંડલિક એક પછી એક ગાદીએ આવ્યા. છેલ્લા મંડલિકની સત્તા ઈ.સ. ૧૫૩૬ થી ૧૫૬૫ સુધી હતી. એના પછી સૂરજમલ, પછી એને પુત્ર રતનસિ હ અને એના પછી એના ભોઈ વાઘજીને પુત્ર પ્રથસિંહ ગાદીએ આવ્યો. એના અવસાને એને કુમાર સબલસિંહ આવ્યો, જેનું ઈ.સ. ૧૬૩૫માં અવસાન થતાં ગજસિંહ અને માહાવસિંહ એક પછી એક ગાદીએ આવ્યા. મહાવસિંહનું ઈ.સ. ૧૭૦૪ માં અવસાન થતાં પ્રથસિંહે ઈ.સ. ૧૭૩૫ સુધી અને એની પછી રતનસિંહે ઈ.સ. ૧૭૫૩ સુધી રાજ્ય કર્યું. એના અવસાને એનો બનેવી વાંસવાડાને સિસોદિયા રાજવી લૌકિક આવ્યો તેણે બાળ પાટવી કુમાર અને એનાથી નાના બે ભાઈઓને મારી નાખી સૂચનું રાજ્ય કબજે કરી લીધું. ચોથે કુમાર બદનસિંહ બચી ગમે તેને ખાંટ અવટંકના કોળીઓએ આશ્રય આપે ને અનુકૂળતા જોઈ, સૂથ પર હલે કરી વાંસવાડાવાળાઓને હાંકી કાઢ્યા અને બદનસિંહને ગાદીએ બેસાડવો.૪૨
૫. ગૃહિલ વંશ (૧) શિહોર(પછીથી ભાવનગર)ને ગૃહિલે
ઈ.સ. ૧૫૭૩ માં મુઘલ સત્તા ગુજરાતમાં આવી ત્યારે શિહેરમાં ગૃહિલ વંશને વિસાજી ( ઈ.સ. ૧૫૭૦-૧૬૦૦ )૪૩ સત્તા ઉપર હતો. એને ઈ.સ. ૧૬૦૦ માં થયેલા અવસાને એનો મોટો કુમાર ધુનોજી સત્તા ઉપર આવ્યો. એના સમયમાં ગારિયાધારના ઠાકોર સેંઘણજીને ખેરડીના લેમા કાઠી સાથે શત્રુતા થતાં લેમાએ નોંઘણજી પર ચડી આવી ગારિયાધારને કબજે કર્યો ને નેધણજીને હાંકી કાઢ્યો, આથી ને ઘણજીએ ધુનછની મદદ માગી. ધુનોજી સૈન્ય એકત્રિત કરવામાં મચ્યો હતો ત્યારે ઈ.સ. ૧૬૧૯માં કાઠીઓ ચડી આવ્યા અને વેળાવદર (તા. ગારિયાધાર) પાસે થયેલી અથડામણમાં ધુનેજીને હરાવીને મારી નાખ્યો.૪૩ ધુનોજી પછી એની કુમાર રતનજી ગાદીએ આવ્યા. પહેલે જ વર્ષે ખુમાણ ખસિયા અને સરવૈયાએ કનડ (તા. શિહેર) ઉપર હલ્લો કર્યો ત્યારે રતનજી જાતે સૈન્ય લઈને ગયો. યુદ્ધમાં એને વિજય થયું, પણ એ મરણ પામ્યું એટલે એને કુમાર હરભમજી સત્તા ઉપર આવ્યો. બે જ વર્ષમાં રાજ્ય કરી એ ઈ.સ. ૧૬૨૨માં અવસાન પામતાં એના નાના ભાઈ ગેવિ દજીએ રાજ્ય કબજે કર્યું. હરભમજીનો કુમાર અખેરાજજી સગીર હોઈ રાજમાતા એને કચ્છભૂજમાં લઈ ગઈ. અખેરાજજીના પક્ષકારોએ ગોવિંદજી સામે માથું ઊંચક્યું એટલે ગોવિંદજીએ જૂનાગઢના ફેજદાર મીરઝા ઈસાતરખાનની મદદ માગી ઘોઘાનો