Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું).
સમકાલીન રાજ્ય
[૧૨૯
આ અદજી ર જે પણ હતો. એના પછી વહેરો જી ર જે ઈ.સ. ૧૭૨૮ માં ૨૭ અને હરભમજી ઈ.સ. ૧૭૫૨ માં ક્રમે આવ્યા હતા. આ હરભમજીએ પિતાના રાજ્યકાલમાં લીંબડીની વસાહત ખીલવી ત્યાં રાજધાની કરી. આ પૂર્વે કુમાર વહેરોને સં. ૧૭૯૩ (ઈ.સ. ૧૭૩૭)ને અને કુમાર અમરસિંહજીને સં. ૧૭૯૪(ઈ.સ. ૧૭૩૮), એવા બે પાળિયા લીબડીના તળાવને કાંઠે આવેલી છતરડીઓમાં છે તે અદેજી ૨ જાના પુત્ર કુમારાવસ્થામાં જ કાઠીઓના અને બજાણાના જતો સાથેના યુદ્ધમાં મરાયાના જણાય છે. અદજી ૨ જા, વહેરાઇ અને અમરસિંહજીની દેરીઓ કરાઈ હતી (તા. ૧૬-–૧૭૭૪). એના ત્યાંના જ લેખમાં અદાજીને શ્રીમહાપાર= કહેલ છે એ નોંધપાત્ર છે. ૨૮ વરોજીનો કુમાર તરીકે નિર્દેશ હાઈ ઈ.સ. ૧૭૩૭ સુધી જીવંત હોય. (૩) વાંકાનેરના ઝાલા
વાંકાનેરના ઝાલાકુળને સ્થા૫ક સરતાનજી હળવદના રાજવી ચંદ્રસિંહજીના યુવરાજ પૃથ્વીરાજ કુમાર હત.૨૯ પૃથ્વીરાજ દિલ્હીમાં મરણ પામતાં સરતાનજી નવાનગર ગયો અને ત્યાંના જામની મદદથી વાંકાનેરની આસપાસના ડુંગરોમાં રહેતા બાબરિયા અને મહિયાઓને વશ કરી ગઢિયા ડુંગર પર થાણું જમાવી રહ્યો અને ઈ.સ. ૧૬૧૦ માં વાંકાનેર વસાવી ત્યાંથી પોતાની સત્તા નીચેના પ્રદેશ ઉપર વહીવટ કરવા લાગ્યો. એણે હળવદ પર ઘણુ હુમલા કર્યા, પણ ફાવ્યા નહિ. આખરે ઈ.સ. ૧૯૨૩ માં હળવદના લશ્કરે વાંકાનેરની ગાય વાળી જતાં થયેલા સંઘર્ષમાં સરતાનજીએ પ્રાણુ ખોયા
એને કુમાર માનસિંહજી સગીર હાઈ ભાઈ અજોજી વાલીપદ સંભાળી રહ્યો, પણ ફાવતું આવ્યું નહિ તેથી પ્રથમ રાતી દેવલી અને પછી ખોડું ગામ જઈ રહ્યો, જ્યાં ઈ.સ. ૧૬૩૦ વઢવાણની શાખાને આરંભ કર્યો. બીજે ભાઈ અભેસિંહજી ઈ.સ. ૧૬૨૮ માં થાન—લખતરમાં ગાદી સ્થાપીને રહ્યો. માનસિહજીએ પણ હળવદ પર અનેક હહલા કર્યા હતા, પણ બધા નિષ્ફળ ગયા હતા. એનું ઈ.સ. ૧૬પ૩ માં અવસાન થતાં એને પુત્ર પાટવી કુમાર રાયસિંહજી ૧લે સત્તા પર આવ્યો.૩૦ ૨૬ વર્ષના એના શાંતિમય કારોબાર પછી ઈ.સ. ૧૬૭૯ માં એનું અવસાન થતાં એનો કુમાર ચંદ્રસિંહજી ૧ લો સત્તા પર આવ્યા. એના સમયમાં મિયાણા અને કાઠીઓના ઉપદ્રવ થયેલા. આ જ ચંદ્રસિંહજીએ૩૧ થોડા સમય માટે મુઘલ થાણેદાર પાસેથી બે વર્ષ (ઈ.સ. ૧૬૭૮, ૧૬૭૯)માં હળવદ કબજે લઈ પોતાની આણ વરતાવી હતી. ચંદ્રસિંહજી ઈ.સ. ૧૭૨૧ માં અવસાન