Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૮]
મુઘલ કાલ
અલિયાજી ઉંમરલાયક થતાં એને કોકા પરગણું ભેટ આપવામાં આવ્યું હતું, જે એના અવસાને ખાલસા કરવામાં આવ્યું હતું.
ભારમલજીનું ઈ.સ. ૧૬૩૧ માં અવસાન થતાં અને પાટવી જે નાની ઉંમરે મરણ પામેલો હોઈ નાના પુત્ર ભેજરાજજીને સત્તા મળી. એના સમયમાં શાહ વર્ધમાને મુંદ્રાની વસાહત કરી.
ભોજરાજજી અપુત્ર મરણ પામતાં એના ભાઈ મેઘજીને કુમાર ખેંગારજી દત્તક પુત્ર તરીકે ઈ.સ. ૧૬૪૫ માં ગાદીએ આવ્યો. એના અવસાને સુમરીને પેટે જન્મેલા હમીરજીને સત્તા સોંપવામાં આવી, પણ ખેંગારજીને ભાઈ તમાચી સત્તરમે દિવસે આવ્યો ને હમીરજીને ગાદીએથી ઉઠાડી મૂકી એણે ઈ.સ. ૧૬૫૪ માં કચ્છની સત્તા હાંસલ કરી. આ રાવ તમાચીન સમયમાં દારા શુકેહ નાસી કચ્છમાં પાછળથી જાણીતા થયેલા દારાવાડી નામક સ્થાનમાં આવી વસ્યો હતો. એણે નવાનગરના જામ અને કચ્છના રાવ પાસે સૈન્યની સહાય માગી, પણ એમાં નિષ્ફળતા મળતાં એ કછ છોડી ગયો. રાવ તમાચી ઈ.સ. ૧૬૬ર માં અવસાન પામતાં એનો પુત્ર રાયધણજી (૧ લે) સત્તા ઉપર આવ્યો. કચ્છની ખંડણી જહાંગીરના સમયથી માફ હતી, પણ અમદાવાદના સૂબેદારે મોટું સત્ય મોકલી મોઆઝિમબેગને ખંડણી ઉઘરાવવા મોકલ્યો ત્યારે રાવે પણ સારી એવી તૈયારી કરતાં મુઘલ સેનાપતિ પરવાને આપી પરત થઈ ગયો. આ
રાયધણજીનું ઈ.સ. ૧૬૯૭ માં અવસાન થતાં, મોટા બે પુત્રે પિતાના જીવતાં જ મરણ પામેલા એટલે ત્રીજો પુત્ર પ્રાગમલજી ગાદીએ આવ્યા. એ વખતે મેંઘણજીના પુત્ર હાલે છે અને રાજીના પુત્ર કાંયાજીએ જુદાં જુદાં થાણું કબજે કરી ત્યાં ત્યાં સત્તા જમાવેલી. આમાં હાલોજીએ મુંદ્રા કાંડી અને કોઠારા(તા. અબડાસા)ના પ્રદેશ અને કાંયાજીએ સરહદ પરનું અંદરનું કટારિયા (તા. ભચાઉ) અને સૌરાષ્ટ્રની હદમાંનું મોરબી કબજે કરી લીધાં હતાં. રાયધણજીના કુમાર ગેડજીએ આ તકે હાલેજ પર ચડાઈ કરી એક જ દિવસમાં એની પાસેથી મુંદ્રા વગેરે કાંઠીનાં બાવન ગામ કબજે કરી લીધાં હતાં. પ્રાગમલજી (૧ લા)ના સમયમાં નવાનગરની ગાદીએ નબળા જામ એક પછી એક આવવાથી લૂંટારા પ્રબળ થઈ ગયા હતા. જામ રાયસંગજીના અવસાને કુમાર તમાચી નાને હાઈ રાવ પ્રાગમલજીને શરણે જઈ રહેલે. એ ઉમરલાયક થતાં રાવે પોતાના કુમાર ગોડજીને એની સાથે એકલી નવાનગર એને સોંપ્યું. આના બદલામાં જામે કચ્છને બાલંભાનો કિલ્લે ભેટ આપે ત્યારથી પ્રાગમલજી મહારાવ બન્યો.