Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫ મું). સમકાલીન રાજે
[૧૨૩ ઝાલે રાયસિંહજી ચડસાચડસીમાં ચડી આવતાં યુદ્ધમાં જસેજ મરાઈ . જસાજીના ઈસ. ૧૫૯૬ માં થયેલા અવસાને એને કુમાર બામણિજી ગાદીએ આવ્યા. એનું અવસાન થતાં એનો મોટો કુમાર હળધોળજી ર જે (ઈ.સ. ૧૬૩૬), અને. એના અવસાને મેટો કુમાર મેડછ (ઈ.સ. ૧૯૪૭) ગાદીએ આવ્યો. એના અવરડાને એનાથી નાના કાકા પચાણજીએ ગાદી કબજે કરી લીધી. એના અવસાને એને કુમાર કલેજ (ઈ.સ.૧૬૬૬) સત્તા ઉપર આવ્યો. એને કાઠીઓ સાથેના વિગ્રહ જાણવામાં આવ્યો છે. એના અવસાને એને મોટો કુમાર સાંગોજી સત્તા પર આવ્યો. એના સમયમાં મુસિલમ સૈન્ય નવાનગર ઉપર ચડી આવેલું ત્યારે જામની મદદે ગયેલ સાંગાજી યુદ્ધમાં અવસાન પામતાં એને પુત્ર જુણેજી ગાદીએ આવ્યો અને એના અવસાને એનો મોટા કુમાર ખેતોજી સત્તાધારી બન્યો. ૧૫ ખેતોજીના અવસને એને કુમાર કોલેજ અને એના અવસાને એને નાનો ભાઈ વાઘજી સત્તા ઉપર આવ્યો. જેણે ઈ.સ. ૧૭૮૦ સુધી સત્તા ભોગવી હતી. (૪) રાજકોટના જાડેજા
જામ સતાજીના, ભૂચર મોરીના યુદ્ધમાં ખપી ગયેલા કુમાર અને નાને કુમાર વિભેજી રાજકોટના જાડેજા-કુળના સ્થાપક હતો. આ વિભોજીને કાલાવડ (જિ. જામનગર) જિવાઈમાં મળ્યું હતું. એ સરધાર(તા. રાજકોટ)ના વાઘેલા ઠાકરની કુંવરીને પરણ્યો હતો, જેને બાપ તરફથી ચીભડા ગામ (લેધીકા મહાલ, જિ. રાજકોટ) દાયજામાં મળ્યું હતું. એ વખતે સરધારના વાઘેલા જોરમાં હતા ને ગાંડળ સુધી એમની સત્તા હતી. આ વાઘેલા ધાડપાડુ. હૈઈ મુઘલ સત્તા પણ વાજ આવી ગઈ હતી અને એમને સાફ કરવા માટે સમય જતી હતી. શાહજહાં અમદાવાદને સૂબેદાર થઈને આવ્યા ત્યારે વિભાજીએ શાહીં લશ્કરની મદદથી વાઘેલા ઠાકર કાનજીને હણી સરધાર જીતી લીધું અને ત્યાં. પાદશાહી થાણું નાખ્યું. વિભોજીએ મુઘલ સત્તાને કરેલી સહાય અને દેરવણીને કારણે એને અરડાઈ (કોટડા સાંગાણું મહાલ, જિ. રાજકેટ), રીબ (તા. ગોંડળ)રીબડા (તા. ગોંડળ) અને કાળીપાટ (તા. રાજકોટ) વગેરે ગામ જાગીરમાં. મળ્યાં હતાં.
વિભોજી ઈ.સ. ૧૬૩૫ માં અવસાન પામતાં એને કુમાર મહેરામણજી અનુગામી બને. એ પણ સરધારમાં રહી મુસલમાન થાણદારો નીચે રહી કામકાજ કર્યો જતે હતો. ઈ.સ. ૧૬૪૦ માં કાઠીઓને સીધા કરવા આઝમખાન સૌરાષ્ટ્રમાં આવ્યું ત્યારે મહેરામણજી સરધારના મુસ્લિમ થાણદારને લઈ એને મળ્યો, આથી આઝમખાને વધુ એકબે ગામ આપી એના પ્રદેશ ઉપર સત્તા ભોગવવાની બહાલી આપી.