Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
( ૧૨૧
૫ મું]
સમકાલીન રાજે આપવાનું બંધ કર્યું, આ કારણે ઈ.સ. ૧૬૪૦-૪૧ માં ગુજરાતના સૂબેદાર આઝમખાને નવાનગર ઉપર ચડાઈ કરી જામ પાસેથી ખંડણી વસૂલ કરી અને કિરીઓ ન પાડવા બાબતનું વચન લીધું. ઈ.સ. ૧૬૫ માં જામ લાખાજી મરણ પામતાં એના પુત્ર રણમલજી નવાનગરની ગાદીએ આવ્યો. એ નિઃસંતાન હતા, પરંતુ જોધપુરની એની રાઠોડ રાણીએ પિતાને પુત્ર થયેલે છે એવી વાત ઠસાવી, એક છોકરાનું નામ સતાજી રાખી એને વારસ તરીકે જાહેર કર્યો, પરંતુ રણમલનો ભાઈ રાયસિંહ રાજકારોબાર જોતો હતો તેણે રણમલજી પાસે જ જાહેર કરાવ્યું કે એ પુત્ર પિતાનો નથી, એટલામાં રણમલજીને દેહાંત થયો અને રાઠોડ રાણીએ સોજીના નામને પડે વગડાવ્યો, પરંતુ રાયસિંહે ધ્રોળના જૂનેજી અને નવાનગરના જમાદાર ગોપાલદાસની મદદથી સત્તા હાંસલ કરી,૧૨ આથી રાઠોડ રાણીએ ગુજરાતના એ સમયના સૂબેદાર કુબુદ્દીનની મદદ માગી. એ સૌન્ય લઈને આવ્યો ને શેખપાટ પાસે યુદ્ધ થયું તેમાં રાયસિંહજી માર્યો ગયો (ઈ.સ. ૧૬૬૩) અને કુબુદ્દીને નવાનગરને કબજે લઈ સતાજીને નામનો રાજા રાખી, નગરનું ઇસ્લામાબાદ' નામ સ્થાપ સમગ્ર મુલક પાદશાહત સાથે ભેળવી દીધો. રાયસિંહને કુમાર તમાચી નાની ઉંમરને હતો તેણે કચ્છમાં જઈ આશ્રય લીધો. થોડા સમય પછી તમાચી ઓખામંડળમાં આવ્યો ને નવાનગરના મુલકને ઉજજડ કરવા લાગ્યો જોધપુરના મહારાજા જસવંતસિંહજી બીજી વાર ગુજરાતના સૂબેદાર બન્યા ત્યારે એ ભણે તમાચી ૧ લાને નવાનગરની સત્તા સોંપી, પણ આમ છતાં ઔરંગઝેબ જીવતો હતો ત્યાં સુધી તે જામ જામખંભાળિયામાં રહેતો હતો.
ઈ.સ. ૧૬૯૦માં તમાચીનું અવસાન થતાં એને કુમાર લાખો ર જે, જેણે પોરબંદર સુધી પ્રદેશ દબાવ્યો હતો, એના અવસાને ઈ.સ. ૧૭૦૯માં એનો કુમાર રાયસિંહ ર જે ગાદીએ આવ્યો. આ રાયસિંહે નવાનગરમાંના મુસલમાન ફોજદારને હાંકી કાઢયો ને નવાનગરમાં આવી સંપૂર્ણ સત્તા હાથ કરી. એના સમયમાં ગુજરાતના સૂબેદાર દાઊદખાન પનીએ ઈ.સ. ૧૭૧૪–૧૫ માં નવાનગર આવીને ખંડણી વસૂલ કરી અને ઈ.સ. ૧૭૧૭ માં સૂબેદાર અજિતસિંહ ખંડણી વસૂલ લેવા જામનગર આવ્યો ત્યાં જામ રાયસિંહે પ્રબળ સામને આયો, પણ અંતે ત્રણ લાખ રૂપિયા ખંડણીના અને કચ્છી ૨૫ ઘેડા આપી સમાધાન કરવું પડયું.
ઈ.સ. ૧૭૧૮ માં રાયસિંહના નાના ભાઈ હરધોળજીએ એને મારી નાખે અને પોતે સત્તાસત્ર ધારણ કર્યા. રાયસિંહને પુત્ર તમાચી કચ્છના આશ્રયે રહ્યો કતે. કચ્છમાંની એની માસી નાની યુક્તિથી ગુજરાતના સૂબેદાર સરબુલંદખાન અને જૂનાગઢના સલાબત મુહમ્મદખાનની મદદથી હરધોળજીને દૂર કરી જામ