Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૨]
મુઘલ કાલ
[પ્ર.
તમાચી ૨ જે નવાનગરની સત્તા ઉપર આવ્યો ત્યારે સૂબેદાર સરબુલંદખાને નવાનગર પાસેથી ત્રણ લાખ રૂપિયા ખંડણીના માગ્યા. બીજે વર્ષો જૂનાગઢને સલાબત મુહમ્મખાન વચ્ચે પડયો અને એક લાખે પતાવટ કરી. ઈ.સ. ૧૭૪ર માં ગુજરાતને સૂબેદાર મોમીનખાન નવાનગર ઉપર ચડી આવ્યો, જામ એની સામે થયો ને. ખંડણી આપવાનો ઇન્કાર કર્યો, પરંતુ પછી ૫૦ હજાર રૂપિયા આપી મોમીનખાનને પાછો વાળ્યો.
તમાચી સત્તા ઉપર આવ્યા પછી ભાયાતોને સૌને પોતપોતાના સ્થાનમાં મોકલી આપ્યા હતા આમાંના પડધરીના હાલાજીએ સત્તા મેળવવામાં તમાચીને સહાય કરેલી હેઈ એને ખોટું લાગ્યું તેથી વઢવાણના ભાયાત કરણસિંગને તમાચીને મળવા જવાના બહાને લશ્કર લઈ મોકલે. કરણસિંગે લાગ સાધી તમાચીનું ખૂન કર્યું, પણ રાણીએ જામને જીવતા હોય એ રીતે લોકોને બતાવતાં લાકેએ કરણસિંગને હાંકી કાઢયો.
બંને રાણીઓ અપુત્ર હતી એટલે એક-એક છોકરાને બંનેએ દત્તક લીધે,. એમાં મોટી રાણીએ લીધેલ લાખોજી ૩ જે નવાનગરની સત્તાને હક્કદાર બની ઈ.સ. ૧૭૪૩ માં ગાદીએ આવ્યું.
લાખોજીની હળવદવાળી ઝાલી રાણી સાથે ત્રણ ખવાસ ભાઈઓ હળવદથી આવ્યા હતા તેમને મેરામણ બુદ્ધિશાળી હતો. જામ નબળો હાઈ ધીમે ધીમે. મેરામણનું ચલણ વધતું જતું હતું. આ વાત ઝાલી રાણીને ગમતી નહોતી તેથી એક દિવસે મેરામણના ભાઈ નાનજીને મરાવી નાખે, આથી મેરામણે પિતાનાં માણસ ભેળાં કરી મહેલ ઉપર આક્રમણ કર્યું ને ઝાલી રાણીને કેદ કરી અને રાજકારોબાર પોતાના હાથમાં લીધો. જામ લાખોજી ઈ.સ. ૧૭૬૮માં અવસાન પામે ત્યાં સુધી આ પ્રમાણે ચાલ્યું.
(૩) ધોળના જાડેજા
નવાનગરના સંસ્થાપક જામ રાવળના નાના ભાઈ હરધોળજીથી ધ્રોળના જાડેજા વંશનો આરંભ થાય છે. ધ્રોળમાં રાજ્ય શરૂ કર્યું ત્યારે હરધોળજીએ ૧૪૦ ગામ કબજે કર્યાં હતાં (ઈ.સ ૧૫૧૯). એ નેધપાત્ર છે કે જામ રાવળને બધો આધાર હરધોળજી ઉપર હતા. જેઠવાઓ સાથેના વિગ્રહમાં હરધોળજીને દગાથી મારી નાખવામાં આવ્યો. હરધોળજી પછી એને મોટો કુમાર જસોજી ગાદીએ આવ્યો (ઈ.સ. ૧૫૫૦). આ જસાજીએ મહેમાન તરીકે બોલાવીને પોતાના સમકાલીન જેઠવા રાણા ભાણજીને માર્યો કહેવાય છે. આ જાળ ઉપર હળવદને