Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ હકૂમતની પડતી...
le
રાજધાની અમદાવાદમાં અને અન્યત્ર પણ મુઘલ સૂબેદારની સત્તાની આમન્યા ઓછી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પણ સશસ્ત્ર અથડામણા થતી, જેમાં બંદૂકાને છૂટથી ઉપયોગ થતા. ગુજરાતમાં મુઘલ સત્તાની પડતીમાં ગુજરાતના જ ઉમરાવાએ એકખીજા સામે સત્તાસ્પર્ધામાં ઊતરી મહત્ત્વને ભાગ ભજવ્યા.
૪®']
ગુજરાતમાં મુઘલ શાસનના અંત સુધી સ્થાનિક ખાખી ઉમરાવ કુટુંબે રાજકારણમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યા. શુજાતખાનને ખાખી કુટુંબના ગોધરાના નાયબ સદરખાન સાથે સારા સંબંધ ન હતા. ૧૭૧૮ માં સફદરખાન બાબી વટવા આગળ હૈદરકુલીખાનનાં લશ્કરા સાથે અથડામણમાં ઊતર્યા હતા. શુજાતખાને અમદાવાદ પહોંચ્યા પછી હૈદરકુલીખાનને લખ્યું કે સદરખાન અને એના એ પુત્રા સલાબત મુહમ્મદખાન અને જવાંમર્દ ખાન(મોટા)ની જાગીરાની પેાતાને અને પેાતાના ભાઈઓના નામે ફેરબદલી કરવી જોઈએ. બીજી બાજુ ૧૭૨૧ માં શુજાતખાને એક મુલુકગીરીની ચડાઈમાં સલાબત મુહમ્મદખાનના પુત્ર મુહમ્મદ ખામીના તાબાના ખેડા ગામમાંથી દસ હજાર રૂપિયા કઢાવ્યા હતા. શુજાતખાને દિલ્હી મેકલેલી ભલામણાની ખબર સલાબત મુહમ્મદખાનને પડતાં એ પેાતે પોતાના મામલાની રજૂઆત બાદશાહ અને સુખેદાર હૈદરકુલીખાન સમક્ષ કરવા ગયા. હૈદરકુલીખાને બાખીને વિવેકથી આવકાર્યો અને સ્થાનિક ઉભરાવા સાથે સારા સંબંધ રાખવાની ઇચ્છાથી એની અને એના પિતા તથા ભાઈની જાગીરા માન્ય કરી ચાલુ રાખી. આ ઘટના ૧ર૧ માં ખની, વળી આ સાલમાં સૂબેદારની ભલામણ પરથી સલાબતખાનના પુત્ર મુહમ્મદ બહાર ખાખીને સાદરા અને વીરપુરની થાણાદારી આપવામાં આવી તથા ૫૦૦ની મનસા અને - શેરખાન'ને ખિતાબ આપવામાં આવ્યાં. શેરખાને પછીનાં વર્ષોમાં ગુજરાતસૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે મહત્ત્વને। ભાગ ભજન્મ્યો.
વજીર તરીકે નિયુક્તિ પામેલા નિઝામ-ઉલ-મુલ્કે દિલ્હીમાં આવી પેાતાને હોદ્દો સંભાળી લેતાં, હૈદરકુલીખાન, જેણે વજીરપદની આશા ખાદશાહ મુહમ્મદશાહ પાસેથી રાખી હતી તે, નિરાશ બની, પેાતાના પ્રાંત ગુજરાતમાં જવા વિદાય થયા (એપ્રિલ ૧૭૨૨). માળવા થઈ એ ખેડા (જિલ્લા)ના ઠાસરા પરગણામાં આવ્યા જ્યાં ડભાલી ગામે સ્થાનિક મુસ્લિમ રહેવાસી અને એના લશ્કરના સૈનિકા વચ્ચે ઝડા થતાં એણે આખા ગામને આગ ચાંપી એને નાશ કર્યાં અને ગામના બધા લોકોની એવી ધાતકી કતલ કરી કે એક પણ માણસ એમાંથી છટકી શકયું નહિ. આગળ વધતાં ચૂંવાળના કાળીએ સામે પગલાં લઈ એ