Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ હકૂમતની પડતી
[૧૦૭ રતનસિંહ ભંડારીના નાયબ સુબેદારપદ દરમ્યાન કેટલાક બનાવ બન્યા : અભયસિંહે આનંદસિંહ અને રાયસિંહને આપી દીધેલ ઈડર પરગણાને પુન પ્રાપ્ત કરવા વિરમગામના ફેજદાર જવાંમદખાને ઈ.સ. ૧૭૩૪ માં નિષ્ફળ પ્રયન. કર્યો, કારણ કે એ રાજપૂત ભાઈઓને મરાઠાઓની મદદ મળી હતી. એ રીતે. ઈડરમાં રાઠોડ વંશની સત્તા ચાલુ રહી.
સુરતના ફેજદાર રુરતમઅલીખાનના અવસાન (૧૭૨૫) પછી એને પુત્ર સોહરાબખાન ફેજદાર તરીકે હતો. ૧૭૩૨ માં તેગબેગખાન અને મુલ્લામુહમ્મદઅલીનાં સંયુક્ત દળો, જેમને અંગ્રેજ કાઠીના અધ્યક્ષ હેત્રી લેથરે સહાય કરી હતી, તેમના આક્રમણથી સેહરાબખાનને નાસી જવું પડયું. સેહરાબ ખાને એ પછીથી જાગીર તરીકે ઘોઘાનું બંદર મેળવ્યું અને પછીથી એ જૂનાગઢનો નાયબ ફોજદાર પણ બન્યો. વિરમગામનું પરગણું મેળવવા જતાં સહરાબખાન ધંધુકા પાસે માર્યો ગયો (૧૭૩૪). વિરમગામમાં અભયસિંહના પ્રતિનિધિ તરીકે મારવાડી ફોજદાર હતો. દામાજીરાવ ગાયકવાડે વિરમગામ કબજે કર્યું (૧૭૩૫). એ લેવા માટે રતનસિંહ ભંડારીએ વિરમગામને ઘાલેલે ઘેરો ઉઠાવીને છેવટે જતા રહેવું પડયું, કેમકે એ વખતે દામાજીરાવને ભાઈ પ્રતાપરાવ મોટું લશ્કર લઈને ગુજરાતમાં આવ્યો હતો. ૧૭૩૬ સુધીમાં મરાઠાએની સવારીઓ વારંવાર આવવાને ક્રમ થઈ પડયો હતો અને એમણે ઉત્તર ગુજરાતમાંથી લાગો ઉઘરાવવાનો હક્ક સ્થાપિત કરી દીધો હતો. એ ઉપરાંત એમણે મહી નદીની ઉત્તરે અને દક્ષિણ ગુજરાત પ્રાંતનાં બધાં પરગણાંઓની ચોથને, હક્ક મેળવ્યો હતો.
મહારાજા અભયસિ હની અને એના નાયબ રતનસિહ ભંડારીની આંતરિક નીતિ નેંધપાત્ર છે. સરબુલંદખાનની વિદાય પછી અને અભયસિંહના આવતાં, લોકોએ એ રીતે સંતોષ અનુભવ્યો હતો કે છેવટે એમના શાસક તરીકે તેમના જ ધર્મને એક હિંદ આવ્યો છે. નિરાતે અહમદી'માં કહેવામાં આવ્યું છે કે એ સમયમાં ઇસ્લામની પ્રતિષ્ઠા ઝાંખી બની, ગોહત્યા પર પ્રતિબંધ મુકાયો હિંદુઓનાં દેવ મંદિર પાછાં આદરપાત્ર બન્યાં, હળીને ઉત્સવ ફરી શરૂ થશે. અભયસિંહના મારવાડી અમલદારો ગરીબ કે શ્રીમંત હિંદુ કે મુસ્લિમ પ્રજો પાસેથી રકમ કઢાવવામાં ઓછા ઊતરે તેવા નથી એવી બધાંને ખાતરી થઈ. અમદાવાદમાં ઘણાં મુલકી ખાતાંઓમાંથી મુરિલમ અધિકારીઓના સ્થાને મારવાડી અધિકારીઓ નિમાયા. એમની જુલમી અને શેષણખોર નીતિના પરિણામે ઘણાં પ્રતિષ્ઠિત કુટુંબ શહેર છોડી અન્યત્ર જતાં રહ્યાં. અમદાવાદની ટંકશાળ પર