Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૦]
મુઘલ કાલ
[ અ.
• ૧૭૩૯ નું વર્ષ હિંદમાં મુઘલ સામ્રાજ્ય માટે ભારે કમનસીબ નીવડયું. ઈરાનના શહેનશાહ નાદિરશાહે હિંદ પર ચડાઈ કરી દિલ્હી કબજે કર્યું અને એ ત્યાં લગભગ બે મહિના સુધી રહી દેશને વાસ્તવિક સમ્રાટ (શાહ-ઇન-શાહ) બની ગયો. એના નામવાળા સિક્કા પડ્યા અને ખુલ્લામાં નામ પણું વંચાયું. એ સિક્કા અમદાવાદની ટંકશાળમાંથી પણ પડાયા હતા. બીજી બાજુએ ૧૭૩૮-૩૯ દરમ્યાન પેશવા બાજીરાવ ૧ લા અને એના ભાઈએ દક્ષિણ ગુજરાતના અને ઉત્તર કોંકણના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ફિરંગી હકૂમતવાળા પ્રદેશ કબજે કરી લીધા હતા. તેમાં વસઈ દમણ અને દીવને સમાવેશ થતો હતો. મેમીનખાને સૂબેદારપદ ધારણ કર્યા બાદ ૧૭૩૭ માં સેરઠ જિલ્લાના નાયબ ફેજદાર તરીકે શેરખાન બાબીની નિમણૂક કરી હતી. શેરખાને લગભગ છ વર્ષ સુધી જૂનાગઢ ખાતે પોતાની સત્તા દઢ કરી, સમજાવટ તથા સમાધાનભરી નીતિ અપનાવી રંગેજી અને મરાઠાઓના હુમલાઓ અટકાવ્યા, પરંતુ મોમીનખાનના અવસાન પછી ૧૭૪૩ થી ૧૭૪૮ સુધી એ ઉત્તર ગુજરાતના અશાંત વાતાવરણમાં સક્રિય ભાગ લેતે રહ્યો.
મોમીનખાનના કાર્યદક્ષ વહીવટથી ખુશ થઈ મુઘલ બાદશાહ તરફથી એને નજમુદૌલા” અને “દિલાવરજંગ એવા બે ખિતાબ આપવામાં આવ્યા તથા એને ૬,૦૦૦ સવારને મનસબદાર બનાવવામાં આવ્યા (જૂન ૪, ૧૭૪ર). મોમીનખાને એ સમયે રંગાજી સાથે ભળી બંને પક્ષે જે ઘર્ષણના મુદ્દા હતા તેઓનું નિવારણ કર્યું અને નિખાલસ વાતાવણ સર્યું. એણે રંગેજી સાથે સૌરાષ્ટ્રમાં આવી બાકી રહેલી જમાબંધી ઉઘરાવી. અમદાવાદ પાછા આવ્યા આદ તેનું અવસાન થયું (ફેબ્રુઆરી ૨૦, ૧૭૪૩). એણે પોતાના પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વથી ગુજરાત પ્રાંતમાં થોડીઘણી રહેલી મુઘલ સત્તાને ટકાવી રાખવા સફળ પ્રયાસ કર્યો. એણે રંગેજી સાથે મહેસૂલ વહેંચવાના પ્રશ્ન પર ઝઘડા નિવારવા સમાધાનભરી નીતિ અપનાવી હતી. એ બધું એની કાર્ય દક્ષતાને આભારી હતું.
મામીનખાનના મૃત્યુના સમાચાર દિલ્હી પહેચતાં ન સૂબેદાર નિમાતાં સુધી કામ કરવા માટે એના ભત્રીજા ફિદાઉદ્દીનખાન અને પુત્ર મુફતખીરખાનને સંયુક્તપણે વહીવટ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફિદાઉદ્દીનખાન મોટો હોવાથી એણે સત્તાસૂત્ર હાથમાં લીધાં, પરંતુ એ નબળે અને અસમર્થ હતે. મેમીનખાનના સમયથી લશ્કરને પગાર ચડી ગયો હતો તેથી નાણુની ભારે ખેંચ હતી, તેથી એણે ગેરકાયદે લાગા ઉઘરાવવાનું શરૂ કરતાં એ ભારે અપ્રિય બન્યા.•