Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ હકૂમતની પડતી. ફિદાઉદ્દીનખાને ખંભાત જઈ ફરજિયાત રકમ ઉઘરાવી. એની અમદાવાદમાં ગેરહાજરી દરમ્યાન રંગજીએ અમદાવાદ કબજે કરવા હલ કર્યો (મે ૧૬, ૧૭૪૩), પણ ફિદાઉદ્દીનખાનના પક્ષે શેરખાન બાબીએ આવીને મદદ કરતાં અંતે રંગજીને ભારે નિષ્ફળતા મળી અને એની નાલેશી થઈ. રંગજીએ શાંત સમાધાન માટે માગણી કરતાં ઘણી સમજાવટ બાદ ફિદાઉદ્દીનખાને સમાધાન કર્યું. અને વિરમગામ તથા બેરસદના કિલ્લા મરાઠાઓ પાસેથી લઈ લીધા, અને રંગોજીની માનહાનિ થાય તેવાં કાર્ય કર્યા. ૧૧ ફિદાઉદ્દીનખાને એ પછી અમદાવાદ પર પિતાને પૂરેપૂરો અંકુશ સ્થાપ્યો અને મરાઠાઓને ત્યાંથી દૂર કર્યા. જવાંમદખાન (ઈ.સ. ૧૭૪૩-૫૩)
મોમીનખાનના અવસાન પછી ગુજરાતના ત્રાસદાયક અને અશાંત બનેલા રાજકારણમાં સૌથી વધુ શક્તિશાળી ઉમરાવ તરીકે પાટણને ફોજદાર જવાંમર્દખાન આગળ આવ્યો. ફિદાઉદ્દીન અને મુફતખીરખાન વચ્ચે પરસ્પર વહેમ અને શંકા ઉપસ્થિત થતાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું. મુતખીરખાને પિતાના પિતા મોમીનખાનના એક સમયના સૌથી માનીતા જવાંમર્દખાન પર વિશ્વાસ રાખી એને અમદાવાદ બોલાવ્યો. જવાંમદ ખાને આવીને ફિદાઉદ્દીનખાનને સત્તા પરથી દૂર કર્યો, એટલું જ નહિ, પણ પિતે સત્તાધીશ બની ગયા (૧૭૪૩) અને દસ વર્ષ સુધી અગ્રસ્થાને રહી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. એ જ સમયે દામાજીરાવે અને રંગેજીએ સંયુક્ત રીતે મુઘલ તાબાનું પિટલાદ કબજે કર્યું. રાજકીય બનાવ નાટ્યાત્મક રીતે બનતા ગયા. જુન્નર (પૂના પાસે) કિલ્લાના સૂબેદાર અબ્દુલ અઝીઝખાન(મકબલ આલમ)ને ગુજરાતના સૂબેદાર તરીકે નિમાયાની બનાવટ થઈ, પણ મરાઠાઓ સાથેની લડાઈમાં એ ભરૂચ પાસે નર્મદા નદીમાં માર્યો ગયો (ડિસેમ્બર, ૧૭૪૩). રંગજીએ ખંભાત જઈ લૂંટ ચલાવી (ફેબ્રુઆરી ૧૭૪૪). ત્યાંના મુસ્લિમ ફોજદારે પણ જુલમી કાર્યો વડે પ્રજાની મુસીબતો વધારી. જવાંમર્દ ખાને અમદાવાદ પર સંપૂર્ણ અંકુશ સ્થાપ્યો અને ગુજરાતમાં મુઘલ પ્રદેશ તરીકે બાકી રહેલા વિસ્તાર પર વાસ્તવિક શાસક બન્યો. દિલ્હીથી સૂબેદાર તરીકે નિમાયેલા ફખરુદ્દીલાહખાન બહાદુર શુજાતજંગને બદલે પોતે સૂબેદાર તરીકે નિમાયેલો છે એવી બનાવટ પણ એણે કરી (જાન્યુઆરી ૨૮, ૧૭૪૪). અમદાવાદની ત્રસ્ત પ્રજાએ એવી આશા રાખી કે જવાંમર્દખાન સૂબેદાર બનવાથી એમની મુસીબતને અંત આવશે, પણ જવાંમર્દખાને જુલમી નીતિ અપનાવી ગેરકાયદેસર કરવેરા વસૂલ લીધા. નો નિમાયેલ સૂબેદાર ફખરૂદ્દૌલાહ અમદાવાદ તરફ આવતાં એને સામને કરવામાં