Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯૮]
મુઘલ કાલે
બહાર આવવા-જવાનું રાખ્યું. પૂરચંદે અનુપસિંહ અને એના મારવાડી અધિકારીઓના જુલમ અને ત્રાસને ભોગ બનેલા નિર્દોષ નાગરિકેને જેલમાંથી મુક્ત કરાવ્યા, પરંતુ છેવટે અનુપસિંહે એક મુસ્લિમને સાધી કપૂરચંદનું ખૂન કરાવ્યું (૧૭૨૦). | ગુજરાતમાં મુઘલ સત્તાને પ્રભાવ ઓસરી રહ્યો હતો એ સમયે મરાઠાએએ સમગ્ર ગુજરાતભરમાં ઘૂમીને લૂંટફાટ ચલાવવા માંડી તેમાં દાભાડે અને ગાયકવાડ કુટુંબના સભ્યોએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો. પિલાજીરાવ ગાયકવાડે ૧૭૧૯ માં દક્ષિણ ગુજરાતમાં સેનગઢ જીતી લઈ ત્યાં પિતાનું વડું મથક સ્થાપ્યું. ગુજરાતમાં ગાયકવાડની સત્તાને પ્રારંભ ત્યાંથી થયો કહે હેય તો કહી શકાય. સેનગઢ મરાઠાઓના હુમલાઓ અને સવારીઓ માટેની તૈયારીનું કેંદ્ર બન્યું. બીજી બાજુએ દિલ્હીના સર્વશક્તિમાન સૈયદ ભાઈઓનું દખણ- ભૂતપૂર્વ સૂબેદાર નિઝામ-ઉલૂ-મુલ્ક નિકંદન કઢાવી નાખી પોતે બાદશાહતનો વજીર બન્યો.
સામાન્ય રીતે દિલ્હીમાં થયેલા આ રાજકીય ફેરફારની અસર ગુજરાતમાં પણ થઈ. સૈયદ ભાઈઓના ટેકેદાર અજિતસિંહ પાસેથી ગુજરાતની સૂબેદારી લઈ લેવામાં આવી અને સૈયદ બંધુઓની સત્તાના પતનમાં કિંમતી સેવાઓ આપનાર હૈદરકુલીખાનને મુઇઝુદ્-દૌલા ને ખિતાબ આપી ગુજરાતને સૂબેદાર બનાવવામાં આવ્યો (મે, ૧૭૨૧). હૈદરકુલીખાન (ઈ.સ. ૧૭૨૧-૨૨)
હૈદરકલીખાન દિલ્હીમાં રહ્યો અને પિતાના વતી ગુજરાતને વહીવટ કરવા ગુજરાતના ઉમરાવ માસુમ કુલીખાન નામના પિતાના આશ્રિતને “શુજાતખાન” ખિતાબ આપી નાયબ તરીકે મોકલ્યો. અનુપસિંહ ભંડારી અને દીવાન નહરખાનને કેદ પકડી દિલ્હી મોક્લવા પણ હુકમ આપ્યા હતા. એ સમાચાર પ્રસરતાં અમદાવાદમાં અનુપસિંહના વિરોધીઓ અને શત્રુઓએ મારવાડી અધિકારીઓ સામે દેખાવો કરતાં, એ બધા પિતાના પર હુમલે થાય એ પહેલાં અમદાવાદ છોડી ગયા. રોષે ભરાયેલા ટોળાઓએ અનુપસિંહના મહેલમાં બાકી રહેલ માલસામાનને લૂંટી લીધો અને ભારે ભાંગફોડ કરી. શુજાત ખાન, જે ખંભાતથી આવી રહ્યો હતો, તેણે અમદાવાદ આવ્યા પછી દીવાન નહરખાન તરફ હુમલારિને વાળ્યા, જ્યાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં બંદૂકે છૂટથી વપરાઈ. શુભેચ્છક મિત્રોએ બંને વચ્ચે દરમ્યાનગીરી કરી, જેમાં નહરખાન પાસેથી એક લાખ રૂપિયા લીધા બાદ શહેર છોડી જવા દેવાનું કબૂલ કરાયું. એ મુજબ નહરખાન અમદાવાદ છેડી જઈ સિદ્ધપુર ખાતે અનુપસિંહ સાથે જોડાઈ ગયા.