Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શું] મુઘલ હકૂમતની પડતી
(૧૩ આપવામાં આવી, જ્યારે બાકીની રકમ દર મહિને ત્રણ લાખના હપતે ચૂકવવાની હતી. સરબુલંદખાને અમદાવાદ આવી (ડિસેમ્બર ૧, ૧૭૨૫) મરાઠાઓ સામે લશ્કરી ટુકડીઓ રવાના કરી. એના પુત્ર ખાન આઝાદખાને મરાઠાઓને પેટલાદ પરગણાના સોજિત્રા ગામે હરાવ્યા (જાન્યુઆરી, ૧૭૨૬). બીજી વાર મરાઠાઓને એણે કપડવંજ ખાતે મારી હઠાવ્યા ને મહી નદી ઓળંગી જતાં સુધી એમને પીછો કર્યો. મરાઠાઓએ છોટાઉદેપુરના ડુંગરાળ પ્રદેશનો આશરો લીધે. મરાઠાઓ સામે મુઘલ સેનાને એ છેલ્લો વિજય હતો. જે વખતે ખાન આઝાદખાન મરાઠાઓને પીછો કરી રહ્યો હતો તે સમયે ઉત્તર ગુજરાતમાં અંતાજી અને ભાસ્કરની આગેવાની નીચે પેશવાનાં લશ્કર ઈડર બાજુ ધસી આવ્યાં. ઈડરના નાગરિકાએ એમને ચાર લાખ રૂપિયા આપી વિદાય કર્યા, પરંતુ થોડા સમય બાદ કંથાજી કદમ બાંડેએ આવીને વડનગરમાં ભારે લૂંટ ચલાવી. ગુજરાતમાં સરબુલંદખાન સૂબા તરીકે લગભગ પાંચ વર્ષ સુધી રહ્યો, પરંતુ એને મરાઠાઓની વારંવાર આવતી સવારીઓને મારી હઠાવવાની જે અગત્યની કામગીરી સંપવામાં આવી હતી તેમાં એ નિષ્ફળ ગયો, કારણ કે મરાઠા ઉત્તર ગુજરાતમાં ફરી વળ્યા હતા અને ત્યાં લૂંટ ચલાવી વિનાશ સર્જ્યો હતો. સરબુલંદખાન મરાઠાઓ સાથે લાંબા ઘર્ષણમાં ઊતરવા માગતો ન હતો તેથી એણે કંયાજી કદમ બાંડે સાથે કરાર કર્યો, જેમાં મહી નદીની ઉત્તરે આવેલાં (અમદાવાદ અને પિતાના હવેલી પરગણું સિવાયનાં) તમામ પરગણુની ચોથ આપવા કબૂલ્યું (૧૭૨૬). એ કરાર થતાં દિલ્હીથી મેલાતી નાણાકીય મદદ બંધ થઈ. બીજી બાજુએ મરાઠાઓમાં પણ બે પક્ષ પડયા, જેમાં એક પક્ષ સેનાપતિ દાભાડે હતો અને એને ટેકેદાર કંથાજી કદમ બાંડે હતે, બીજા પક્ષે પેશવા બાજીરાવ ૧ લે હતે. બાજીરાવ પણ ગુજરાતના અંધાધૂંધીવાળા રાજકારણમાં ઝંપલાવી દાભાડેની સત્તા નાબૂદ કરી ગુજરાત પર પિતાને ચોથ ઉઘરાવવાને હકક સ્થાપિત કરવા માગતો હતો તેથી એના પ્રતિનિધિઓ ૧૭૨૬ થી પ્રવૃત્તિશીલ બન્યા હતા. શિવાએ ૧૭૨૯માં પિતાના ભાઈ ચીમણાજી આપાને મોકલી આપતાં ચીમણાજીએ પાવાગઢ, પેટલાદ ધોળકા ખંભાત જેવાં સ્થળ આક્રમણ કરી લૂંટયાં હતાં. '
સરબુલંદખાન પાસે ૧૭૨૫ ના સમય જેવું લશ્કર ન હતું. એ લશ્કર વિખેરાઈ જવા પામ્યું હતું અને એને નવું લશ્કર રચવા દિલ્હીથી મદદ મળવા શક્યતા ન હતી. કંથાઇ અને પિલાજીરાવની વિનાશકારી પ્રવૃત્તિઓમાં પેશવા તરફથી ઉમેરે થતાં હવે એને લાગ્યું કે પેશવા સાથે સમાધાન કરવાથી પેશવા દભાઓના પ્રતિનિધિઓને અંકુશમાં રાખશે. એવી નિષ્કળ આશા સાથે એણે