Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦૨]
મુઘલ કાલ
[પ્ર.
આવેલાં પરગણુઓની. ચોથ આપી, આથી ગુજરાતમાં મુઘલ સત્તાને ભયંકર ફટકો પડયો. હમીદખાને હવે દિલ્હીની હકૂમતની અવગણના કરી પોતે જાણે સ્વતંત્ર સુલતાન હેય એવી નીતિ અપનાવી. એણે શાહી તિજોરીમાંથી બળપૂર્વક આઠ લાખ રૂપિયા કઢાવ્યા. શાહી કારખાનામાં બાદશાહ માટે તૈયાર કરવામાં આવેલા રાજપશાક જપ્ત કર્યા. શહેરના શ્રીમંત લેક પાસેથી કૂરતાપૂર્વક નાણાં કરાવ્યાં, શુાતખાનના બે પુત્રને ઝેર આપી મારી નખાવ્યા અને મુરલીધર નામના ગુજરાતી હિંદને દીવાન નીમ્યો.
એ સમયે મરાઠાઓની સવારીએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ચાલુ હતી. તેઓએ ખંભાતને લૂંટયું હતું (એપ્રિલ ૧૭૨૫). હમીદખાને પણ મરાઠાએના ગયા પછી ખંભાત પહેાંચી ઘરદીઠ રકમ ઉઘરાવી. હમીદખાને ખંભાતથી અમદાવાદ પાછા ફર્યા બાદ (ફેબ્રુઆરી ૧૯, ૧૭૨૫) પ્રાંતમાં “ત્રાસનું રાજ્ય ફેલાવ્યું. અમદાવાદ શહેરને હમીદખાનના મિત્રો તરીકે આવેલા મરાઠાઓની લૂંટમાંથી બચાવવાનું કાર્ય એ સમયના નગરશેઠ અને શાંતિદાસ ઝવેરીના પૌત્ર ખુશાલચંદે કર્યું હતું. ખુશાલચંદે પોતાના પૈસે અને જીવના જોખમે મરાઠાઓ સાથે વાટાઘાટો કરી, એમને મોટી રકમ આપી વિદાય કર્યા હતા. ખુશાલચંદે કટોકટીની પળે બજાવેલી સેવાની કદરરૂપે અમદાવાદના વેપારી મહાજને એક કરારનામું કરી, અમદાવાદ શહેરમાં આવતા અને જતા માલની કિંમત પર દર સો રૂપિયે ચાર આના લેખે લાગો આપવાનું ઠરાવ્યું હતું. એ લાગાની રકમ શેઠની હયાતીમાં એમને અને એ પછી એમના કુટુંબને અને એમના પુત્રો તથા વારસોને આપવાને સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. એ રકમ આપવાનું અમદાવાદમાં રહેતા ડચ અંગ્રેજ અને ફ્રેન્ચ વેપારીઓને બંધનકર્તા હતું. એ કરારનામું નગરશેઠને આપવામાં આવ્યું હતું (એફટોબર ૮, ૧૭૨૫).
૧૭૨૫ માં મુઘલ બાદશાહે સરબુલંદખાનને ગુજરાતમાંથી બંડખોર ઉમરાવા હમીદખાન અને મરાઠાઓને હાંકી કાઢવા રૂબરૂ જવા હુકમ કર્યો. સરબુલંદખાન લશ્કર સહિત ગુજરાતમાં આવ્યું. એના આવવાના સમાચાર સાંભળી હમીદખાને ગુજરાતમાંથી કાયમ માટે વિદાય લીધી. મુઘલ લકરને હરાવ્યાં, જેમાં ત્રણ શ્રેષ્ઠ ગુજરાતી ઉમરાને ભોગ લેવાયો હતો. આ દષ્ટિએ ગુજરાતના સુબેદાર તરીકે નીમતી વખતે એને જાતે જઈને પ્રાંતને વહીવટ ચલાવવાનું અને મરાઠાઓને ગુજરાતમાંથી હાંકી કાઢવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. એ માટે બળવાન લશ્કર તૈયાર કરવા શાહી તિજોરીમાંથી એક કરોડ રૂપિયા ખર્ચ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું. પંદર લાખ રૂપિયાની રકમ તાત્કાલિક