Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨]
મુઘલ કાલ
[.
આઝમખાને એની છ વર્ષની સૂબેદારી દરમ્યાન ગુજરાતભરમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં. એણે સિદ્ધપુર વિસ્તારના કેળીઓને નમાવી ભવિષ્યમાં સારી ચાલચલગત રાખવામાં આવશે એવી એમની પાસેથી જામીનગીરી લીધી. આવા કડક પગલાથી આઝમખાને પિતાની ધાક બેસાડી દીધી. ધંધુકા વિભાગમાં ખેડૂતોને રંજાડતા કાઠીઓને ઉપદ્રવ ડામી દેવા અને એમને શિક્ષા કરવા એણે પગલાં લીધાં. એણે પોતે આઠ હજારનું ઘોડેસવારનું બળ લઈ લુંટારાઓનો પીછો કર્યો. ગીચ જંગલમાં ભરાઈ ગયેલા લૂંટારાઓને શોધી કાઢવા એણે જંગલનાં ઝાડ કાપી રસ્તા કરવાનું કામ શરૂ કરાવ્યું. છેવટે એનો કાઠીઓ સાથે મુકાબલે છે, જેમાં એને વિજય મળ્યો એણે વિજયના સ્થળે ગુજરાતસૌરાષ્ટ્રની સરહદે રાણપુર (તા. ધંધુકા) ખાતે મજબૂત લશ્કરી થાણું સ્થાપ્યું (૧૬૪૦-૪૧) અને એને “શાહપુર” નામ આપ્યું.
આઝમખાનને બાંધકામને ખૂબ શોખ હતું તેથી એની કીર્તિ એ રીતે પણ ફેલાઈ એણે અમદાવાદમાં ભદના અગ્નિખૂણે ૧૯૩૭ માં એક સુંદર મુસાફરખાનું બંધાવ્યું. એની બાંધણી અને મને હર દેખાવને લીધે એની તુલના શાહીબાગનાં મકાને સાથે કરવામાં આવતી હતી.
આઝમખાન સામાન્ય રીતે વર્ષાઋતુમાં સૂબાની સરહદે બંડખેર અને લડાયક કાળીઓ અને કાઠીઓનો પીછો કરવામાં સમય ગાળતો. એ લૂંટફાટ કરનારાઓના પ્રદેશમાં જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ જંગલે સાફ કરાવતો અને એમનાં ખેતરે અને પાકને આગ લગાડી તારાજ કરતો. જરૂર જણાય ત્યાં ગઢ અને લશ્કરી થાણુ સ્થાપતો. આઝમખાને અપનાવેલી આ નીતિને લીધે એને બધા “આઝમ ઊધઈ” કહેતા, કારણ કે ઊધઈની જેમ એ વિનાશ સર્જત. એના આ પ્રયત્નોનું પરિણામ એ આવ્યું કે ઉત્તરમાં છેક જાલેરથી માંડીને દક્ષિણમાં સૌરાષ્ટ્રની કેટલી હદ સુધી શાંતિ અને વ્યવસ્થા રથપાયાં, ઘેરી ભાર્ગે ફરી પાછા વેપારીઓ અને પ્રવાસીઓ માટે સલામત બન્યા. એણે બંડખાર કોળીઓને અંકુશમાં રાખવા વાત્રક નદીના કાંઠે કપડવંજની પશ્ચિમે આઠેક માઈલ દૂર પિતાના નામ પરથી “ આઝામાબાદ” નામે કિલે બાંધે અને ત્યાં એક કિલ્લેદાર અને ૫૦૦ નું અશ્વદળ ફોજદાર સાથે રાખવામાં આવ્યાં. આઝમખાને બીજો પણ એક સુંદર કિલ્લે અમદાવાદની ઉત્તરે સાત માઈલ પર અડાલજ જવાના માર્ગે કાળી ગામે બાંધ્યો. કડક દાબ અને સખતાઈ એની રાજનીતિનાં સૂત્ર હતાં, જેની પ્રતીતિ બે દાંત પરથી થાય છે. ૧૬૩૮ માં અમદાવાદની મુલાકાતે ગયેલા પ્રવાસી મેન્ડેલèએ નેપ્યું