Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૦).
મુઘલ કાલ
[
,
કર્યો, ત્યાં બાકી રહેલી ખંડણી વસૂલ લીધી, અને કાઠીઓના વડા મથક થાનગઢ પર હલે કરી એ કબજે કર્યો અને પ્રાચીન સમયનું સૂર્યમંદિર જમીનદોસ્ત કર્યું. કાઠીઓ એને સામનો ન કરી શકતાં વિખેરાઈ ગયા, પરંતુ ૧૬૯૮ માં કાઠીઓએ ધંધુકા પરગણામાં વળી પાછી ત્રાસજનક પ્રવૃત્તિઓ શરૂ કરી. એ સમયે આ પરગણું દુર્ગાદાસ રાઠોડના હસ્તક હતું. એ પરગણુના દુર્ગાદાસના પ્રતિનિધિએ શુજાતખાનને મદદ માટે વિનંતી કરતાં, જૂનાગઢના ફોજદારને એની મદદે જવા આદેશ આપવામાં આવ્યું. જુનાગઢના ફોજદારોની કામગીરી ૧૭ મી સદીના અંતથી સૌરાષ્ટ્રમાં શાહી જમીન પર સત્તા ટકાવી રાખવાની જ રહી. તેઓ સૌરાષ્ટ્રના રાજપૂત અને અન્ય રાજાઓ સરદાર વગેરે પાસેથી ખંડણી ઉઘરાવવામાં અસફળ રહેતા, આથી ખંડણી ઉઘરાવવા વષે વિષે લશ્કર સાથે સવારી કરવી પડતી, જે “મલકગીરી” નામથી ઓળખાઈ | ગુજરાતમાં ૧૬૮૫ અને ૧૯૮૬માં વરસાદની સતત તંગી અને દુકાળને લીધે અનાજની ભારે ખેંચ પડી અને ખાદ્ય ચીજોના ભાવ ઘણું વધ્યા. આ ગાળામાં સરકાર તરફથી અનાજ પરના વેરા માફ કરવામાં આવ્યા. ૧૬૯૪૯૫ માં પણ સુરત ભરૂચ અમદાવાદ અને બીજા સ્થળોએ દરિદ્રતા પૂર અને રોગચાળાને લીધે મોટી સંખ્યામાં મરણ નોંધાયાં. અનાજની કિંમત એટલી બધી વધી ગઈ કે શુજાતખાને વિવિધ પરગણુઓના મુસદ્દીઓને વેપારીઓની અનાજ સંગ્રહખોરી અટકાવવા અને સરકારને ઉત્પાદનમાં રહેલો હિસ્સો અમદાવાદ મોકલી આપવા હુકમ મેકલાવ્યા હતા. એ અનાજ ત્યાં રાજ્યના અંકુશ નીચે વાજબી ભાવે વેચવાનું હતું. ઔરંગઝેબના સમયમાં ગુજરાતમાં છેલ્લે દુકાળ ૧૬૯૬-૯૭ માં પડ્યો હતો.
ઔરંગઝેબે શાસનના ૩૮ મા વર્ષે એટલે કે ૧૬૯૪ માં સૂબા શુજાતખાનને વડનગરનું હિંદુ મંદિર, જે ઘણું કરીને હાટકેશ્વર મહાદેવનું હતું, તેને નાશ કરવા હુકમ કર્યો, જેને અમલ કરવા ફેજદાર મુહમ્મદ મુબારિઝ બાબીને મોકલવામાં આવ્યા.
શુજાતખાનને લાંબો શાસન-સમય એકંદરે ઘણી શાંતિ અને સારા વહીવટને રહ્યો, વહીવટમાં જે ઊણપ હતી તે દૂર કરવામાં આવી અને પ્રજાકલ્યાણ અને કાર્યક્ષમ વહીવટ પર ભાર અપાયો. આ સમયમાં ઘણી ઈમારતે દુરસ્ત કરાવાઈ. ૧૬૯૦માં વાત્રકકાંઠે આઝામાબાદને ગઢબંધાયા અને ૧૬૯૨ માં જૂનાગઢના ફોજદાર શેરઅફઘાનખાનની ભલામણ પરથી દ્વારકાના કિલાની દીવાલનું સમારકામ થયું. અમદાવાદ શહેરની દીવાલો અને કાંકરિયા તળાવના બગીચામાં આવેલ મકાનની