Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ હકૂમતની પડતી... વ્યાપેલી હતાશા જોઈ અને આગેકૂચ કરતા મરાઠાઓ સામે સફળતા નહિ મળે એની એને ખાતરી થઈ તેથી એણે મરાઠાઓ સાથે સુલેહ કરવા વાટાઘાટે ચલાવી. ગુજરાતમાં મુઘલ શાસન માટે એ દિવસ સૌથી વધુ કમનસીબ અને માનભંગ કરનાર પુરવાર થયો ! સાધનસંપત્તિ હોવા છતાં ભારે રકમ આપી શત્રુને વિદાય કરવાનો સમય આવે એ પણ વિચિત્રતા હતી. મરાઠા સરદાર બાલાજી વિશ્વનાથ, જે ટૂંક સમયમાં પેશવા બનવાનો હતો તેણે મરાઠાઓની વિદાય માટે બે લાખ અને દશ હજાર રૂપિયાની માગણી મુક્તાં, એ રકમ શાહી તિજોરીમાંથી ચૂકવવામાં આવી. મરાઠાઓની વિદાય પછી મુઘલ સેના અને અધિકારીઓ અમદાવાદ પાછા આવતાં (મે ૮, ૧૭૦૭) રાજધાનીની અને પરાંવિસ્તારની પ્રજાએ રાહત અનુભવી. શાહઆલમ (૧) બહાદુરશાહને રાજ્ય અમલ (૧૭૦૩–૧૭૧૨)
ઔરંગઝેબના અવસાન પછી મુઘલ બાદશાહપદ માટે જામેલા સંઘર્ષમાં ઔરંગઝેબનો બીજો શાહજાદો મુહમ્મદ મુઆઝમ વિજયી બનતાં (જન ૧૭૦૭) એ “શાહઆલમ બહાદુરશાહ ખિતાબ ધારણ કરી તખ્ત પર બેઠે. બાદશાહ બન્યા પછી એનું પ્રથમ ફરમાન જે મોકલાયું તેમાં ઇબ્રાહીમખાનને ગુજરાતના સૂબેદાર તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી. નો બાદશાહ ગાદીએ બેઠા પછી પોતાના સૂબેદારને પ્રજાની સ્થિતિ સુધારવા, રાજ્યનું મહેસૂલ લેવા અને ચોર તથા લૂંટારાઓના ઉપદ્રવને ડામી દેવા કેવાં સૂચન આપતો એ આ ફરમાનમાંથી જોવા મળે છે. એ ફરમાન “મિરાતે અહમદીમાં પાપવામાં આવ્યું છે. પરંતુ ઇબ્રાહીમખાનને હવે સૂબેદારપદ માટે ઇચ્છા રહી ન હોવાથી માત્ર સાત જ મહિનાની કામગીરી કર્યા બાદ પોતાની જગ્યાનું રાજીનામું આપી, પ્રાંતનો હવાલે પિતાના નાયબ તરીકે મુહમ્મદ બેગખાનને આપી એ દિલ્હી જવા વિદાય થયે (સપ્ટેમ્બર, ૨૫, ૧૯૦૮) ગાઝીઉદ્દીનખાન બહાદુર ફિરેઝ જંગ (ઈસ. ૧૭૦૮-૧૦) .
બાદશાહ શાહઆલમે ગુજરાતના સૂબેદાર તરીકે ગાઝીઉદ્દીન ખાન બહાદુર ફિરોઝજંગને મોકલ્યો. ગાઝીઉદ્દીનખાને વહીવટને વ્યવસ્થિત કરવા ફેજ દરો અને થાણેદારોની નવી નિમણૂક કરી; ખંડણીની વસૂલાત કડકાઈથી કરી, એકત્ર કરેલી રકમ બાદશાહને નજરાણાં તરીકે અર્પણ કરી એની મહેરબાની મેળવી. ખંભાત બંદરનો આવકમાં પણ સુધારો કર્યો. વિશ્વાસુ સરદારોને મહત્વની જગ્યાઓ આપી, જેમાં મીર અબુલ કાસિમ, મુહમ્મદ કાસિમ વગેરેને