Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪]
મુઘલ કાલ
[પ્ર.
અમદાવાદમાં બીજો એક કામી ગંભીર બનાવ અજિતસિંહના સમયમાં બન્યો (૧૭૧૬). બકરી ઈદના દિવસે કાલુપુર વિસ્તારના સુન્ની વહેરાઓએ કુરબાની આપવા મોટી સંખ્યામાં ગાય અને ભેસો એકત્ર કરી હતી. ફરજ પરના મુસ્લિમ હવાલદારે દયાથી પ્રેરાઈને કે હિંદુ સૂબેદાર અજિતસિંહની કૃપા મેળવવાના ઇરાદાથી બળ વાપરી કુરબાની માટેની એક ગાય છોડાવી તેથી વહોરાઓમાં ભારે ઉશ્કેરાટ વ્યાખ્યો અને તેઓ શહેરના કાઝી ખેલ્લાહખાન પાસે ફરિયાદ કરવા ગયા, પરંતુ સુબેદારના અધિકારીઓએ કોઈ હુકમ ન કરતાં લૂંટ અને હુલ્લડની એ ધાણીઓ વરતાવા લાગી. બગડેલું વાતાવરણ અટકાવવા કેટલીક શાંતિચાહક વ્યક્તિઓએ સૂબેદારને સમજાવ્યો તેથી એમના તરફથી કાઝીને ખાતરી આપતો સંદેશો મોકલાવ્યો, જેમાં મુરલમોને એમના ધર્મ પ્રમાણે ઉત્સવો ઉજવવાની છૂટ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.'
આ સમયમાં બહેશ સેનાપતિ તરીકે પંકાયેલે હૈદર કુલીખાન, જેને પ્રાંતને દીવાન બનાવવામાં આવ્યો હતો, તેને ખંભાત અને સુરતના મુત્સદ્દી તરીકે નીમવામાં આવ્યો. વળી એને વડોદરા ભરૂચ નાંદોદ અને અરહાર–માતરનો ફિજદાર પણ બનાવવામાં આવ્યો. એણે સુરત રહેવાનું પસંદ કર્યું અને બાકીની બધી જગ્યાઓ પર પોતાના નાયબોને નીમ્યા. મહારાજા અજિતસિંહના કુંવર અભયસિંહની બદલી કરાતાં ૧૭૧૬ માં સોરઠની ફોજદારી પણ હૈદર કુલીખાનને આપવામાં આવી.
બાદશાહ ફર્ખસિયરનું શાસન સુરત ખાતેની ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બાબતમાં નોંધપાત્ર છે. ૧૭૧૬ માં સુરતની કઠીના અધ્યક્ષે એક શાહી ફરમાન મેળવ્યું, જેમાં સુરતના બંદરે આયાત થતા માલ પર અંગ્રેજોને જકાત-કરમાંથી માફી આપવામાં આવી હતી અને એને બદલે બાદશાહને વાર્ષિક દસ હજાર રૂપિયાની પેશકશ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. એ ફરમાનનું અંગ્રેજી ભાષાંતર સુરતની નોંધપોથીમાં સચવાયેલું છે. એ ફરમાન અમદાવાદ સુરત અને ખંભાતના અધિકારીઓ તથા જાગીરદારો અને ફોજદારોને સંબોધીને લખાયેલું છે ને એમાં છેલ્લે કહેવામાં આવ્યું છે કે જે લૂંટારાઓ અંગ્રેજોને માલ લૂંટી લે તો લૂંટારાઓને કેદ પકડી, માલ છોડાવી પરત કરવો અને જ્યાં જ્યાં અંગ્રેજો એ કેડીઓ નાખી છે ત્યાં ત્યાં એમને સવલત આપવી અને માલનાં ખરીદવિચાણમાં એમને મદદ કરવી.
૧૭૧૭ માં મહારાજા અજિતસિંહ સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા સ્થાપવા અને સરદારો તથા મુખીઓ પાસે રાબેતા મુજબની ખંડણી વસૂલ લેવા લશ્કર સાથે