Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯]
મુઘલ કાલ
સમાવેશ થતો હતો. જાસૂસી ખાતાને પણ એણે વ્યવસ્થિત કર્યું, કારણ કે મરાઠાઓની પ્રવૃત્તિઓની દિલ્હી દરબાર સુધી ખબર મળતી રહે એ જરૂરી હતું. ગાઝી કેદ્દીનખાને ભદ્રના કિલા નજીક મુસાફરખાનું મસ્જિદ મદરેસા વગેરે બંધાવ્યાં. અમદાવાદમાં આવેલ શાહીબાગ, કાંકરિયાને બાગ, રુસ્તમ બાગ વગેરે બાગનું સમારકામ કરાવ્યું. એના સમયમાં જમી મરિજદમાં શિયાપંથી ધર્મવચને વાંચવા સંબંધી ભારે વિરોધ થયા. નો બાદશાહ શાહઆલમ ૧ લે શિયાપથી હતો તેથી એણે શુક્રવારની નમાજમાં શિયાપથી ધર્મવચનો વાંચવા ફરમાન કરેલું હતું. અમદાવાદમાં જામી મજિદમાં એને અમલ કરવા જતાં ત્યાંના ખતીબની હત્યા કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં દાંતાના રાજા પાસેથી ખંડણી ઉઘરાવીને અમદાવાદ આવતાં ગાઝીઉદ્દીનખાનનું અવસાન થયું (નવેમ્બર ૨૮, ૧૭૧૦). એણે બરાબર રીતે હિસાબ રજૂ કરેલ ન હોવાથી બાદશાહના હુકમથી એની સમગ્ર મિલકત જપ્ત કરવામાં આવી. સુરતના ફોજદાર અમાનતખાનને “શાહમતખાનને ખિતાબ આપી ગુજરાતની સૂબેદારી સંભાળવાનું ફરમાવવામાં આવ્યું. શામતખાન (ઈ.સ. ૧૭૧-૧૨)
શાહમતખાને અમદાવાદ પહોંચી હુકમ પ્રમાણે અગાઉના સૂબેદાર ગાઝીઉદ્દીનખાનની મિલક્ત જપ્ત કરી. ગુજરાતમાં મરાઠાઓને ન ભય પ્રસરી રહ્યો હોવાથી એને પ્રતીકાર કરવા ભૂમિદળની અને તોપખાનાની રચના કરવા. દર મહિને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયાનો ખર્ચ કરવા દેવાની વિનંતી કરતાં બાદશાહે એ મંજૂર રાખી. ૧૭૧૧ માં ખંડેરાવ દભાડેની આગેવાની નીચે મરાઠા છેક ભરૂચ સુધી ધસી આવ્યા, પરંતુ શાહમતખાને એમને અંકલેશ્વર પામે સજજડ હાર ખવડાવી.
બાદશાહ શાહઆલમ ૧ લાના સમયમાં સામ્રાજ્યના વઝીર અસફ-૩ – દૌલા આખાનની મુદ્રાવાળાં પાંચ ફરમાન બાદશાહના નામે બહાર પડ્યાં હતાં. આ ફરમાન મારવાડના મહારાજા અજિતસિંહની તરફેણમાં હતાં. છેલ્લા ફરમાન (નવેમ્બર ૧૨, ૧૭૧૧) મુજબ સોરઠની ફેજદારી મહારાજા અજિત સિંહને બક્ષવામાં આવી હતી ઈ.સ. ૧૭૧૨ માં બાદશાહ શાહઆલમ ૧ લાનું અવસાન થતાં એને શાહજાદો જહાંદરશાહ ગાદીએ આવ્યો.
બાદશાહ જહાંદરશાહને રાજય–અમલ (૧૭૧૨-૧૩)
જહાંદરશાહે પિતાના માનીતા સરદાર અસફઉદ્દૌલાને ગુજરાતની સૂબેદારી . આપી અને મુહમ્મદ બેગખાનને નાયબ સુબેદાર બનાવ્યો.