Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૪ ]
સુઘલ કાલ
[x,
બાબીને મરાઠાઓને હાંકી કાઢવા સૂચના આપી અને વડાદરા તેમજ બીજાં સ્થળાના ફોજદારાને સાથે જોડાઈને સુરત જવા કહેવામાં આવ્યું. એકત્રિત થયેલ એ મુઘલ લશ્કરે ભરૂચની પૂર્વે ન`દા કાંઠે આવેલ રતનપુર પાસે પડાવ નાખ્યા હતા ત્યાં મરાઠાઓએ એકાએક આવીને એના પર હલેા કર્યાં. એ વખત થયેલા મુકાબલામાં મુઘલ લશ્કરને કરુણ રકાસ થયા. સદરખાન બાબી ઘવાયે અને એને કેદી બનાવાયા. નજરઅલીખાનને પેાતાના રક્ષણ માટે નાસવું પડયું. મરાઠા રતનપુરની લડાઈ ( માર્ચ ૪, ૧૭૦૬ )થી ઉત્સાહિત ખની આગળ વધ્યા અને એમણે નર્મદા નદી એળ`ગી. આ વખતે નજરઅલીખાનને મદદ કરવા માટે મોટી સેના લઈને આવેલા દીવાન અબ્દુલ હમીદખાન સાથે એમને મુકાબલે થયા, જેમાં મરાઠાઓને જવલ ંત વિન્થ મળ્યા. અબ્દુલ હમીદખાનના લશ્કરે નાસભાગ કરી મૂકી. એ પોતે તથા નજરઅલીખાન મરાઠાઓના કેદી બન્યા. મરાઠાઓએ મુલાના શસ્ત્રસર ંજામ અને અન્ય માલસામાન કબજે કર્યા અને આજુબાજુનાં નગરામાંથી અને ગામામાંથી ખંડણી વસૂલ લીધી.
એ મુબલ લશ્કરેાના પરાજયના સમાચારથી અમદાવાદમાં ભારે ગભરાટ ફેલાયેા. સારઠના ફાજદાર મુહમ્મદ એગખાતે અમદાવાદ આવી નવી રક્ષણવ્યવસ્થા ઊભી કરી અને મહી નદીનાં કાતરા સુધી રક્ષણ-હરાળ સ્થાપી. મરાઠાએએ જે મુધલ ઉભરાવેાને કેદ પકડેલા તેમનાં પ્રતિષ્ઠા અને સ્થાન જાણી લીધાં હતાં તેથી એમના છુટકારા માટેની રકમ લઈને એમને જવા દેવાની નીતિ અપનાવી. અબ્દુલ હમીદુખાન, સદરખાન ખાખી અને નજરઅલીખાને નિયત મેટી રકમ ભરીને પેાતાના છુટકારો મેળવ્યા.
ઔરંગઝેબને ગુજરાતમાં ગભીર પરિસ્થિતિ જણાતાં શાહજાદા મુહમ્મદ આઝમને મોટા પુત્ર શાહજાદા બીદર બખ્ત, જે એ સમયે બુરહાનપુરા સમ્મેદાર હતા, તેને સત્વર ગુજરાત પહેોંચી જવા અને નિયુક્ત થયેલા સૂબેદાર બ્રાહીમખાનના આવતાં સુધી પ્રાંતની સલામતી જાળવવા હુકમ આપ્યા, જે ફોજદારી માર્યા ગયા અથવા કેદ પકડાયા હોય તેમને સ્થાને નવા ફાજદારાને નીમવાની સત્તા એને અપાઈ હતી. શાહજાદા ખીદર અખ્તની નિમણૂક થયાના સમાચાર જાણી મરાઠા ગુજરાતમાંથી ઘણાં ગામડાં તથા સુરતની આસપાસના પ્રદેશેામાં લૂટાર્ટ કરી તારાજી વેરતા રવાના થયા.
શાહજાદા સુહમ્મદ ખીદર અખ્ત (ઈ.સ. ૧૭૦૬-૦૭)
શાહજાદા મુહમ્મદ ખીદર ખતે અમદાવાદ આવી (જુલાઈ ૧, ૧૭૦૬) શાહીબાગમાં મુકામ કર્યાં અને વહીવટ ચલાવવાનું શરૂ કર્યું. એવામાં જ સમાચાર