Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ] અકબરથી ઔરંગઝેબ
[૬૩ છે કે અંગ્રેજ અને વલંદા કંપનીઓના ડિરેકટરોના માનમાં આઝમખાને ગોઠવેલી મિજબાનીના સમારંભમાં નૃત્ય કરવાનો ઇનકાર કરવા બદલ એને ગુનો ગણી, મહેમાનોની હાજરીમાં જ નૃત્યાંગનાઓનો ઘાતકી રીતે શિરચ્છેદ કરાવવામાં આવ્યો હતો. સરખેજના ગળી–ઉત્પાદકો ગળીમાં તેલ અને રેતીનું મિશ્રણ કરતા હોવાની બાબત પ્રત્યે અંગ્રેજ વેપારીઓએ ૧૬૪૦ માં આઝમખાનનું ધ્યાન દોરતાં, આઝમખાને બધા જ ઉત્પાદકેને બેલાવી રૂબરૂમાં સખત ઠપકો આપ્યો અને ચેતવણી આપી કે તમે એ પદ્ધતિ ચાલુ રાખશે તે હું તમને મોતની સજા કરતાં અચકાઈશ નહિ. આઝમખાનના સમયમાં જૂનાગઢમાં શાહજહાંના હુકમથી એક નવી ટંકશાળ સ્થાપવામાં આવી.
સૌરાષ્ટ્રમાં મુઘલ સત્તા સર્વોચ્ચ બની હતી. જૂનાગઢમાં મુઘલ સત્તાનો પ્રતિનિધિ ફોજદાર તરીકે રહે. એ અધિકારી અમદાવાદના તાબા નીચે હતો, પરંતુ જૂનાગઢના ફોજદારના નબળા વહીવટથી ખંડિયા રાજપૂત ઠાકારનું વલણ મુઘલ સત્તાની અવગણના કરવાનું અને ખંડણીની રકમની ચુકવણી વિલંબમાં નાંખવાનું રહેવા લાગ્યું. ૧૬૪૦-૪૧ માં નવાનગરના જામ લાખાજીએ ખંડણીની રકમ ચૂકવી નહિ અને શાહી ફરમાન વિરુદ્ધ પિતાના નામની કેરી (મહમૂદી) પાડવાની અને એને ચલણમાં મૂકવાની નીતિ અખત્યાર કરી. આ બધાં કારણોસર આઝમખાને બધાને પાઠ શીખવવાનું નક્કી કર્યું અને લશ્કર સાથે એ નવાનગરથી સાત ભાઈલ નજીક આવી પહોંચ્યા. જામની પિતાના રક્ષણ માટેની બિલકુલ તૈયારી નહતી એથી એણે શરણે આવી સમાધાન કર્યું. એણે સુબેદારને એકસો કચ્છી ઘેડા અને ત્રણ લાખ મહમૂદી આપવાનું તથા સિક્કા (કોરી) પાડવાનું બંધ કરવાનું સ્વીકાર્યું.૨૩ વધુમાં જામે ગુજરાતના સરહદી જિલ્લાઓમાંથી જે નિરાશ્રિતોએ આવીને જામના રાજ્યમાં આશ્રય લીધો હોય તેઓને પરત કરવાનું અને સૂબેદાર જ્યારે સૌરાષ્ટ્રના બંડખોર ગરાસિયાઓનો પીછો કરવા આવે ત્યારે પિતાના પુત્રને એક લશ્કરી ટુકડી સાથે સૂબેદાર પાસે મોકલવાનું સ્વીકાર્યું.
આઝમખાનનું શાસન લશ્કરી દષ્ટિએ તોફાની તત્તને ડામી દેવામાં સફળ હોવા છતાં એમાં બિનસહાનુભૂતિ અને જોરજુલમનાં તત્ત્વ વિશેષ હતાં. એનાથી ડરીને લેકે આજુબાજુના વિસ્તારોમાં જતા રહેતા. લોકોને ઉગ્ર અસંતોષ બાદશાહ પાસે રજૂ કરવાની કોઈ હિંમત કરી શકતું નહિ. વળી ખાન આઝમની પુત્રીનું લગ્ન શાહજહાંના બીજા પુત્ર શાહજાદા જા સાથે કરવામાં આવ્યું હતું તેથી દિલ્હી દરબારમાં ખાન આઝમનાં સ્થાન અને પ્રતિષ્ઠામાં ભારે વધારો થયો