Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ કાલ
[5.
આવી દરમ્યાનગીરી કરવા સ્પષ્ટ ઈન્કાર કર્યો. એમ છતાં શાહબાઝખાને કોઠીના જ અધ્યક્ષ રવિંટન પાસેથી ખાનગી રીતે કેટલીક બંદૂકે વેચાતી લીધી, જે ઈગ્લિશ કંપનીની માલિકીની ન હતી. કિલ્લેદાર સૈયદ તૌબે શાહબાઝખાનના ૪૦ દિવસના ઘેરાનો સામનો કર્યો, પણ છેવટે એને શાહબાઝખાનના શરણે આવવાની ફરજ પડી ડિસેમ્બર, ૧૬૫૭). કિલ્લામાં રાખવામાં આવેલ સરકારી તેમજ ખાનગી ખજાનો લઈ લેવામાં આવ્યો. ઉપરાંત શાહબાઝખાને સુરતના ધનાઢથે વેપારીઓ પાસેથી પાંચ લાખ રૂપિયાની લેન ફરજિયાત લીધી. એ રકમની ચુકવણી બધા વેપારીઓ વતી હાજી મુહમ્મદ ઝહીદબેગ અને વીરજી વોરાએ કરી જેના બદલામાં મુરાદની મહેરવાળું ઋણપત્ર (બેન્ડ) આપવામાં આવ્યું. ૨૬ મુરાદબક્ષની તાજશી
દરમ્યાનમાં શાહજાદા મુરાદબક્ષે સુરત તરફના સમાચારની રાહ જોયા વગર પિતાને મુઘલ બાદશાહ તરીકે જાહેર કર્યો અને અમદાવાદ ખાતે પોતાની જાહેર તાજપોશી કરી (ડિસેમ્બર ૫, ૧૬૫૭). એણે બાદશાહ ગાઝી”નું નામ અને “મુરાવજુદ્દીન ખિતાબ ધારણ કર્યા. વધુમાં એણે પોતાના નામના સિક્કા પડાવી ખુબામાં નામ પણ વંચાવ્યું. એના સિક્કા અમદાવાદ સુરત અને ખંભાતની ટંકશાળમાંથી બહાર પડાયા હતા.
સુરતથી વિજયી બનેલાં લશ્કર આવી પહોંચતાં (જાન્યુઆરી ૧૯, ૧૬૫૮) મુરાદબક્ષે બધી તૈયારી કરી લીધી અને ઔરંગઝેબની તરફના સમાચારની રાહ જોવા લાગ્યા. ઔરંગઝેબની સાથે પોતે જોડાઈને ઉત્તર તરફ જાય એ પહેલાં એણે પોતાનાં પત્નીઓ સંતાનો અને મિલકતની સલામતીની વ્યવસ્થા કરી સર્વને ચાંપાનેરના મજબૂત કિલ્લામાં ખસેડવાનું નક્કી કર્યું. પોતે અમદાવાદથી વિદાય લે તે પહેલાં એણે અમદાવાદની નિ:સહાય પ્રજા પાસેથી ૫૦ લાખ રૂપિયા પડાવ્યાનું મનાય છે. એમાં ઝવેરી શાંતિદાસના પુત્ર માણેકચંદ અને એના બીજા પુત્રો પાસેથી જ સાડા પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
મુરાદાબક્ષ અને ઔરંગઝેબની બંડખોર પ્રવૃત્તિઓના સમાચાર આગ્રા આવતાં અશક્ત અને નિર્બળ બનેલા શાહજહાંએ શાહજાદા દારાની મદદથી પુત્રોને એ બળ દબાવી દેવા પગલાં લીધાં. જોધપુરના મહારાજા જશવંતસિંહને માળવાના અને કાસીમખાનને ગુજરાતના સૂબેદાર પદે નીમ્યા. મુરાદબક્ષને વરાડ પ્રાંતમાં જવા હુકમ કર્યો. જશવંતસિંહ અને કાસીમખાનને ઉજજન સુધી જઈને અટકી જવા અને મુરાદબક્ષ હુકમને તાબે થઈ ગુજરાત છોડી ન જાય તે એ બંનેએ આગળ