Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ કાલ
શાહનવાઝખાન (ઈ.સ. ૧૬૫૮-૫૯)
શાહનવાઝખાન દખણમાં ઔરંગઝેબ સાથે હતો. એ શાહજહાં પ્રત્યે વફાદાર હતો તેથી જ્યારે બંડખોર ઔરંગઝેબે ઉત્તર તરફ જવા કૂચ કરી ત્યારે એણે બુરહાનપુરથી આગળ જવા અનિચ્છા બતાવી, તેથી ઔરંગઝેબે એને કેદ કરીને બુરહાનપુરમાં જ રાખ્યો હતો. ઔરંગઝેબે બાદશાહ-પદ ધારણ કર્યા બાદ એને મુક્ત કર્યો અને ગુજરાતની સૂબેદારી આપી.
શાહનવાઝખાનના અમદાવાદ આવ્યા પછી થોડા સમયમાં પરાજિત થયેલે શાહજાદે દારા શુકાહ ઔરંગઝેબનાં પાછળ પડેલાં લશ્કરોને ભૂલથાપ આપતો આપતો આગ્રા દિલ્હી લાહોર મુલતાન વગેરે સ્થળોએ ભારે હાડમારીઓ વેઠી છેવટે કચ્છમાં આવ્યો. કચ્છના મહારાવ જામ તમાચી(૧૬૫૪-૬૨)એ દારાનાં સાલસતા અને વ્યક્તિત્વ તથા એણે આપેલી ઉદાર ભેટથી પ્રસન્ન થઈ, એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. દારાના બીજા પુત્ર સિફિર-શુકોહની શાદી રાવની પુત્રી વેરે કરવામાં આવી. કચ્છના મહારાવ પાસેથી મદદ મેળવી દારાએ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. નવાનગરના જામે એને જરૂરી ચીજવસ્તુઓ અને વાહનો પૂરાં પાડવાં. એ પછી દારા અમદાવાદ આવ્યો (જાન્યુઆરી ૮, ૧૬૫૯).
અમદાવાદમાં સૂબેદાર શાહનવાઝખાન ભારે વિટંબણામાં મુકાયો. એણે પૂરતો વિચાર કર્યા બાદ દારાના પક્ષે ભળી જવાનું પસંદ કર્યું અને એને આવકારવા સરખેજ ગ. શાહનવાઝખાન સાથે દિવાન રહમતખાન અને અન્ય અધિકારીઓ પણ હતા. દારાએ અમદાવાદમાં એક મહિનો સાત દિવસ રોકાઈ, પોતાના ટેકેદારો અને સાધન એકત્ર કર્યા. શહેરમાં રાખેલી મુરાદબક્ષની તમામ માલમિલકત તથા એની તિજોરીમાંથી દસ લાખ રૂપિયા લઈ એને ઉપગ એ લશ્કરની જમાવટ માટે કર્યો. દારાએ ગુજરાત પ્રાંતના ગૌણ કક્ષાના અધિકારીએને પણ લાંચ આપી પોતાના પક્ષે લીધા. એ પછી અમીના નામના વફાદાર અધિકારી, જેણે શાહજહાંની સૂબેદારી દરમ્યાન ગુજરાતમાં કામ કર્યું હતું, તેને સુરત મોકલવામાં આવ્યો. એ અધિકારીએ સુરત જઈ શાહી તિજોરીમાંથી નાણાં કઢાવ્યાં અને લગભગ ૪૦ જેટલી છે. અમદાવાદ મોકલી આપી. સુરતના ફોજદારે એના એ કાર્યમાં કોઈ અવરોધ ઊભો કર્યો ન હતો.
અમદાવાદથી દારા શાહે અજમેર જવા વિચાયુંપણ એ પહેલાં દખ્ખણ બિજાપર અને ગોવળકેડાના સુલતાનોને ટેકા મેળવવા નક્કી કર્યું. રાજપૂતનો સહકાર પિતાને મળી રહેશે એવી ખેટી આશાથી પ્રેરાઈને અને બંગાળમાંથી ચ કરતા શાહજાદા શુજાએ ઔરંગઝેબનાં લશ્કરને હરાવ્યાના ખોટા સમાચારથી