Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૪]
મુઘલ કાલ
કામગીરી બજાવતા મુઘલ સેનાપતિઓ સાથે વિયે. અબ્દુલ્લાખાનની સૂબેદારીના છેલ્લા વર્ષમાં અમદાવાદ ખાતેની અંગ્રેજોની વેપારી કેઠી સાથેના નવા સ્થપાયેલા સંબંધ કેવા હતા એની કેટલીક વિગત સર ટોમસ રાની નંધમાંથી જાણવા મળે છે. એ મુજબ સુબેદાર અબ્દુલ્લાખાને દખણની સવારીએથી પાછા આવ્યા બાદ, કેડીના અધિકારીઓએ પોતાના ૫૦૦ રૂપિયા પાછા આપવા માગણી કરી ત્યારે એમના મકાનનો કબજે લશ્કરી બળથી લેવા એણે કોટવાલને મોકલ્યો. એ વખતે તેઓએ એને સામનો કર્યો. સર મસરોની વિનંતીથી દિલ્હીના દીવાન અસફખાને અબ્દુલ્લાખાન પર પત્ર લખી અંગ્રેજોને એમના નિવાસસ્થાનમાં સ્વતંત્રતાથી રહેવા દેવાની અને વેપાર કરવા દેવાની નીતિ અપનાવવાનો આદેશ આપ્યો. ૧૪
૧૬૧૬ ના જ વર્ષમાં અબ્દુલ્લાખાનને એની કડક શાસનનીતિના કારણે જહાંગીરે પરત બોલાવી લીધો.
અબ્દુલ્લાખાનના સમયમાં અમદાવાદ કેવું હતું એને હેવાલ વિલિયમ કિન્ચ ન મને એક અંગ્રેજ પ્રવાસી, જે ૧૬૧૧ માં અમદાવાદ આવીને ટૂંક સમય માટે રહ્યો હતો, તેની નોંધ પરથી અને ૧૬૧૩માં અમદાવાદમાં ટૂંક સમય માટે રહેવા આવેલ અંગ્રેજ વેપારી નિકોલસ વિથિંગ્ટનની રોજનીશી દ્વારા જાણવા મળે છે. ૧૫ અબ્દુલ્લાખાનના સમયમાં ઈ.સ. ૧૬૧૬ માં અમદાવાદમાં શાહ સોમપાલના પુત્ર રૂપચંદની ત્રણે પત્નીઓ–રૂપશ્રી કમા અને કેસર–પતિ સાથે અગ્નિસ્નાન કરી સતી થઈ (એપ્રિલ, ૧૬૧૬). આ પ્રસંગની નોંધ એક કૂવાની દીવાલ પર જડેલી તકતીના લેખમાં જોવા મળે છે.? મુકબખાન (ઈ.સ. ૬૧૬-૧૬૧૮)
અબ્દુલ્લાખાનના અનુગામી તરીકે મુકરબખાન નામના અમીરને પસંદ કરવામાં આવ્યો. મુકરબખાને સુરત અને ખંભાતનાં બંદરોના મુસદી (ફોજદાર) તરીકે કામગીરી (૧૬૦૮-૧૫) બજાવી હતી અને એ કેટલાય સમયથી પિતાને ગુજરાતના સૂબેદાર તરીકે નીમવા વારંવાર આગ્રહભરી માગણી કરી રહ્યો હતો. બંદરાના સૂબેદાર તરીકેના વહીવટ દરમ્યાન મુકરબખાને જહાંગીરને યુરોપીય બનાવટની કિંમતી નાનીમેટી ભેટસોગાદે મોકલીને અને વૈદ્યકીય સારવાર કરીને ખુશ કર્યો હતો ૧૬૧૩ માં જહાંગીરે એને ફિરંગીઓ સામે લડીને બદલે લેવા હુકમ કર્યો હતો અને ૧૬૧૫ માં એનો મનસાબને હદો વધારી પાંચ હજાર ઘોડેસવાર દળને કર્યો હતો. બીજા વર્ષે એટલે કે ૧૬૧૬ માં એને સૂબેદારપદ આપવામાં આવ્યું, પરંતુ એને વહીવટમાં રસ ન હતો અને યુદ્ધની કામગીરીને પણ અનુભવ ન હતો. એ માત્ર જહાંગીરની કૃપાથી સૂબેદાર પદે