Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦]
મુઘલ કાલે
[મ
મીરઝા અઝીઝ કોકાએ ગુજરાતમાં મુઘલ સત્તા સ્થાપવાની અને બંડાર મુઝફફરને અંત લાવવાની જે યશસ્વી કામગીરી કરી તેની અકબરના દરબારમાં ભારે પ્રશંસા કરવામાં આવી. એને સંમાન માટે દરબારમાં લાવવામાં આવ્યો, પણ એણે આગ્રા નહિ જતાં વેરાવળ બંદરે થઈને મક્કા હજ જવાનું પસંદ કર્યું (માર્ચ ૨૫, ૧૫૯૩). અકબરને એનું વલણ ગમ્યું નહિ છતાં એણે એને ક્ષમ્ય ગણ્યું. શાહજાદે મુરાદ (ઈ.સ. ૧૫૯૩-૯૯)
મીરઝા અઝીઝ કાકા મક્કાની હજે જતાં અકબરે પિતાના બીજા શાહજાદા મુરાદને ગુજરાતના સૂબેદાર તરીકે નીમ્યા. એને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે દખ્ખણના અહમદનગર રાજ્ય સામે ચડાઈ કરવા તારે ગુજરાત અને ભાળવામાંથી લશ્કર એકત્ર કરવાં. દખણની ચડાઈ માટે ૧૫૯૪ ના ડિસેમ્બરમાં મુરાદે અમદાવાદ છેડયું અને એ સુરત જવા નીકળ્યો. મુરાદ અમદાવાદ છોડે એ અગાઉ અકબરે ગુજરાતમાં વહીવટ ચલાવવા સૂબેદારના નાયબ તરીકે રાજા સૂરજસિંહની નિમણૂક કરી હતી. દખ્ખણની ચડાઈને કારણે મુઘલ અધિકારીઓની ગુજરાતમાં ગેરહાજરી થવાથી મરહૂમ સુલતાન મુઝફફરના શાહજાદા બહાદુરે ૧૫૯૬ માં બંડ કર્યું. એને લાભ લૂટફાટ કરનારાં તત્વોએ લીધે અને એમણે ગામડાં તૂટયાં, પરંતુ રાજા સૂરજસિંહે બંડખોર બહાદુર સામે જઈને એને ખુલી લડાઈમાં હરાવી નાસી જવા ફરજ પાડી અને બંડ શમાવી દીધું.
દખણમાં ગયેલા શાહજાદા મુરાદનું ૩૦ વર્ષની વયે ૧૨૯૯માં અકાળ અવસાન થતાં ગુજરાતના સૂબેદાર તરીકે ફરી વાર મીરઝા અઝીઝ કોકાને નીમવામાં આવ્યા. મીરઝા અઝીઝ કેકા (ત્રીજી વાર) (ઈ.સ. ૧૬૦૦-૧૬૦૫)
એની ત્રીજી વારની સૂબેદારી દરમ્યાન એણે ગુજરાતને વહીવટ આગ્રા રહીને ચલાવ્યું. એ માટે એણે વારાફરતી પોતાના નાયબ તરીકે શમ્સદ્દીન અને શાદમાન નામના પિતાના પુત્રોને નીમ્યા હતા. એના વહીવટ દરમ્યાન ગુજરાતમાં કોઈ ખાસ નોંધપાત્ર બનાવ બન્યા ન હતા.
ગુજરાતમાં અકબરના અમલ દરમ્યાન ફિરંગીઓનું સ્થાન ગુજરાતના દરિયાઈ જળવિસ્તારમાં કેવું હતું એની ખાસ નેંધ લેવી જોઈએ. અકબરે ગુજરાત પર જીત મેળવી (૧૫૭૨-૭૩) ત્યાં સુધીમાં ફિરંગીઓ દરિયાઈ જળવિસ્તાર પર બિનહરીફ વર્ચસ ભોગવતા થઈ ગયા હતા. ગુજરાતનાં બંદરોએથી હકારાતાં