________________
૧૦
ચૌદ ગુણસ્થાનક માઢા-૨
બહેરા માનવીની સાથે કોઇ બોલતો હોય તે નકામું છે, તેમ જેના હૃદયમાં અભિલાષા જ નથી એવા માનવને કાંઇ પણ સમજાવવાનો પ્રયાસ કરવો તે બધો ય નકામો છે.
જે માનવ બધા દોષોનો નાશ કરનાર, સુખની વૃધ્ધિ કરનાર, એવાં પ્રસિધ્ધ સિધ્ધાંતના તત્વોને સાંભળવા માટે પણ અભિલાષ ન રાખતો હોય એવો અધમ અનર્થી માનવ ભારે વિપત્તિઓને પામે છે અને પોતાને ઘર આંગણે ઉગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાંખે છે. આલોચક = વિચારક ઃ
(૩)
જે માનવ ધર્મનો અર્થી હોવા છતાંય તે આલોચક-વિચારક ન હોય તો ધર્મને સાધી જ શકતો નથી. શું આ કરવું ઉચિત છે કે બીજું કરવું ઉચિત છે ? મારૂં શરીર બળ કેટલું છે ? આ દેશ અને કાળ કેવો છે ? મને સહાય કરનારા કેવા છે ? આ કરવાથી શું ફ્ળ થવાનું છે ? આ કરવા જતાં ક્યાં ભૂલ થવાની છે ? આ પ્રમાણે જે વિચાર કરી શકે તેને આલોચક-વિચારક પુરૂષ જાણવો. આવા જીવો અનુષ્ઠાનો વાળી ધર્મ વિધિને બરાબર નિયમપૂર્વક કરાવી શકે છે અને કરી શકે છે.
આ લોકમાં કરવામાં આવતું વ્યવહારનું કામ પણ વગર વિચાર્યે કરવામાં આવે તો સિધ્ધ થઇ શકતું નથી તો પછી વગર વિચાર્યે કરેલો ધર્મ શી રીતે સિધ્ધ થાય ?
સૂર્ય તને લક્ષ્મી આપો, ચંદ્ર તને સૌમ્યભાવ આપો, મંગળ કલ્યાણ આપો, બુધ સદ્બોધ અને બૃહસ્પતિ બુધ્ધિ આપો અને શુક્ર તારા સૌભાગ્યની વૃધ્ધિ કરો, શનિ-કેતુ અને એ ત્રણે રાહુ ગ્રહો તારા શત્રુઓને સ્થાયી વિપત્તિ આપો. એ રીતે બધા ગ્રહો તારા ઉપર નિરંતર કૃપાવાળા થાઓ.
જે માણસ કૃત્ય અને અકૃત્યના સ્વરૂપનો વિચાર કરી