________________
ચૌદ પુણસ્થાનક ભાગ-૨ ગમે તેવા ભય અને લાલચમાં પણ એક નિશ્ચયમાં ટકી રહેવાની શક્તિ ન હોય તો તે ધર્મનું અનુષ્ઠાન કરી શકતો નથી. ધર્મના સ્વરૂપને નહિ સમજનારા માતા પિતા અને સ્વજન વગેરેના ભયને લીધે જે માનવ ધર્મ કરતાં ડરે નહિ તે અર્થમાં અહીં સમર્થ શબ્દને સમજવાનો છે. અથવા તત્કાલ પૂજા ન કરવાથી પ્રતિકૂળ પણે વર્તનારા-કષ્ટ આપનારા એવા કુલ પરંપરાથી પૂર્વે પૂજેલા દેવોથી જે ન કરે તેને અહીં સમર્થ સમજવાનો છે. આવા આવતાં વિદ્ગોને દૂર કરવાની શક્તિ જેનામાં હોય એવા જીવો ધર્મ પામી શકે છે. ધર્મમાં અને ધર્મપૂર્વકના અર્થમાં જેણે પોતાનું ચિત્ત પરોવ્યું છે એવો મનુષ્ય વિઘ્ન આવવા છતાંય પોતાના સામર્થ્યને ન છોડે તે અનેક શુભ ગુણોનું ભાજન બને છે એટલેકે એવા જીવો સારી રીતે શુભ ગુણોને પેદા કરી શકે છે. અજ્ઞાન અને મોહને લીધે
વ્યામોહ પામેલા જીવો પાપના મળને વ્યર્થ જ પેદા કરે છે. વળી કૃત્ય-અકૃત્યનો વિભાગ કરી શકતા નથી અને આંધળાની પેઠે ભવના કૂવામાં પડે છે. ભવના કૂવામાં પડ્યા પછી એ જીવોને ઇષ્ટનો વિયોગ થાય છે અને અનિષ્ટોનો સંયોગ થાય છે અને તેથી તેમના સર્વ અંગોમાં સંતાપ પેદા થયા કરે છે. હંમેશા આ સંતાપને દૂર કરવા માટે સર્વ પ્રકારે કુશળ (સારા) કર્મો તરફ વળવું જોઇએ એવા કુશળ કર્મોમાં જ અભિરૂચિ કરવી જોઇએ.
એ કુશળ કર્મોમાં સૌથી પહેલા ગુરૂની વાણીને સાંભળવા તરફ આ મનને જોડવું જોઇએ. જ્યારે મન એ વાણીને સાંભળવા તરફ ખૂબ આરૂઢ થાય ત્યારે જ તેને દીવા સમાન શ્રુત શાસ્ત્રનો લાભ સુખે સુખે (સારી રીતે) મળી શકે છે. શાસ્ત્રોના ભાવોને સાંભળવાની વૃત્તિ જ બધા કુશળોનું મૂળ કારણ છે. શાસ્ત્રો સાંભળવાથી જ ચિત્તમાં સારી રીતે વિવેક પેદા થાય છે. સામર્થ્યના ગુણમાં સ્વાર્થ (એટલે પોતાના કલ્યાણ તરફ) અને પરોપકાર કરવાનું અદ્ભુત બળ છે એમ સમજીને ભયનાં ચક્રોથી મુક્ત