________________
ચૌદ -૨ જતું હતું તે આ નિર્ભયતાના કારણે અટકી જાય છે એટલે જ આવા પરિણામોની સ્થિરતાથી જીવને પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ સારામાં સારી રીતે થતો જાય છે અને તેની સાથેને સાથે અશુભ કર્મોની નિર્જરા સમયે સમયે અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ રૂપે કરતો જાય છે તથા એ અશુભ કર્મોના બંધમાં સહાયભૂત એવા અનંતાનુબંધિ કષાયો કે જેના પ્રતાપે નાશવંતા પદાર્થો પ્રત્યે રાગ અને મમત્વ બુધ્ધિ વધતી જતી હતી તે અટકી જાય છે અને તેનાથી જેટલું નુકશાન આત્માને થયું તે સતત યાદ આવ્યા જ કરે છે. આથી એવા પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો સહજ રીતે વધતો જાય છે એટલે એ પદાર્થો કેવા પ્રકારના છે તેની ઓળખ થતી જ જાય છે. આથી દુશ્મનની દુશ્મન રૂપે ઓળખ શરૂ થઇ માટે મોહાન્ધતા દૂર થતી જાય છે. આવા બંધાયેલા પુણ્યાનુબંધિ પુણ્ય એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવે છે કે જેના કારણે સગુરૂની પ્રાપ્તિ થતાં જ તેમને જોતાં જ અંતરમાં અત્યાર સુધી જેવો આનંદ પેદા થયેલો નહોતો તેવો આનંદ પેદા થાય છે. અહીં હજી ગુણસ્થાનક પહેલું મિથ્યાત્વ જ છે પાછું ગુણહીન ગુણસ્થાનક છે કે જે ગુણયુક્ત ગુણસ્થાનકને પેદા કરવાની નજીકમાં રહેલું છે. માટે શ્રી નયસારના ભવમાં ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા સમીકીત પામ્યો તે માત્ર આવા આનંદના પ્રતાપે. અંતરમાં અતિથિ તરીકેનો જ અહોભાવ અને આદરભાવ પેદા થયેલો છે કે જે જંગલમાં અતિથિ મલવા દુર્લભ હતા તેમાં અતિથિની શોધ કરતાં અતિથિ મલ્યા કે પોતાને લાગેલી ભૂખ અને તરસ તેનું દુઃખ ભૂલી ગયો છે અને કેવો અહોભાવ પેદા થયો છે ? ખબર છે ને ? એ આત્માને અતિથિ પ્રત્યે જેવું બહુમાન અને આદરભાવ પેદા થયો તેવો દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે આપણને પેદા થાય છે એવી અનુભૂતિ છે ? આજ ખરેખર વિચારવાનું છે.
સદ્ગુરૂના યોગથી આવા જીવોને ગાંભીર્ય યોગ પ્રાપ્ત થાય