________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
છે એટલેકે હવે તેના મન વચન અને કાયાનો વ્યાપાર ઉતાવળપૂર્વકનો ચંચળપ્રવૃત્તિવાળો કે ઉછાંછરા રૂપે હોતો નથી પણ ગંભીરતા પૂર્વકનો હોય છે કે જેથી તેને વિશ્વાસ પેદા થાય છે કે હવે હું જે પ્રવૃતિ કરૂં છું તેનાથી કાંઇક મેળવી રહ્યો છું અર્થાત્ પ્રાપ્ત કરી રહ્યો છું. આવો આંશિક વિશ્વાસ પેદા થતો જાય છે તે ગાંભીર્ય યોગ રૂપે ગણાય છે અર્થાત્ શ્રધ્ધાનું બીજ વિકાસ પામતાં આંતર સ્ફુરણા પેદા થતી જાય છે.
વિચારજો હજી સમ્યક્ત્વ આવ્યું નથી. સમ્યક્ત્વની ભૂમિકા રૂપે અપુનર્બંધક અવસ્થાના પરિણામને પામ્યો નથી પણ પામવાના નજીકના કાળમાં રહેલો છે. જો આવા મિથ્યાત્વની મંદતાના કાળમાં જીવની દશા આવી હોય તો અપુનઃબંધક-ગ્રંથીભેદ-સમ્યક્ પામેલા જીવની મનોદશા કેટલી ઉંચા પ્રકારની હોય તે જ ખાસ વિચારવાનું છે.
એ ગાંભીર્ય યોગથી જીવ પ્રકૃતિની અભિમુખ બને છે એટલેકે પ્રકૃતિ એટલે સ્વભાવ. પોતાના આત્માના સ્વભાવ દશાની અભિમુખ બનીને સ્થિરતા પામતો જાય છે.
આ પ્રકૃતિની અભિમુખતાથી અનુકૂળ પદાર્થો અને તેનું સુખ તુચ્છરૂપે લાગતું જાય છે. આથી બહિરાત્મભાવ દૂર થતો જાય છે. અંતર આત્મપણાના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. આથી અનુકૂળ પદાર્થો દુશ્મન રૂપે વિશેષ રૂપે લાગતા જાય છે. આવા પરિણામથી જીવ સારી રીતે સાવધ રહીને જીવન જીવે છે.
ગુણોની પ્રાશિનો ક્રમ
(૧)સામર્થ્ય :
માનવામાં મધ્યસ્થ વૃત્તિવાળી બુધ્ધિ હોય છતાં સામર્થ્ય,