________________
માનવી કે દેવ ?
ભાવડ ઘેર ન જતાં સીધે દુકાને ગયા. આસપાસના ગામડાંની ઘરાકી પતી ગઈ હતી...
નાના મુનિએ શેઠને પાછા ફરેલા જોઈને કહ્યું : મેમાન ન આવ્યા?”
એમને અત્યારે જ પાછા ફરવું હતું. એટલે હું વેળાવવા ગયે હતો.” કહી ભાવડ ગાદી પર બેસી ગયે.
બાર બાર વહાણ ડૂબી ગયાના અતિ દુઃખદ સમાચાર મળ્યા હોવા છતાં આશાનો તૈયાર કરેલ દેર છિનભિન્ન થઈ ગયો હોવા છતાં, અને મસ્તક પર દેણુને બેજ પડેલે હોવા છતાં ભાવડના ચહેરા પર કઈ કળી શકે એવી વ્યથાની રેખાઓ હતી જ નહિ.' એનો એ પ્રસન્નભાવ ! એની એ સૌમ્યતા ! અને એનું એ નિર્મળ ચિત્ત !
નાના મુનિમે કહ્યું : “શેઠજી, આજ ખાસ કંઈ ઉઘરાણું આવી નથી.”
કંઈ હરકત નહિં...કાલ આવશે.પણ આપણે હવે ઉધારી પર ધ્યાન આપવું પડશે.”
મારા પિતાશ્રી પણ મને કહેતા હતા કે શેક મનના ભારે ઉદાર છે...ઉધાર આપવામાં તું જરા ધ્યાન રાખજે...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org