________________
રાજાને સાળે !
૧૨૫ ઉપરાંત હેદ્યમાં હું જે જીતીશ એમાંથી પણ તેને ભાગ આપીશ.”
જમનીએ દસ સેનામહેર ઓઢણાના છેડે બાંધતાં બાંધતાં કહ્યું : “બાપુ, કામ જોખમી છે .. પણ મારે ને તમારો નાતે કઈ પરભવની પ્રીતનો છે એટલે હું આ કામ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ. બા બપોરે આરામ કરતાં હોય તઈ મને સમય મળે છે. એકવાર એને નજરે જોઈ લેવાનું ન બને ?”
રેજ સવારે બેય માણસ દહેરાસર પૂજા કરવા જાય છે. જે આવતી કાલ ગમે તે બહાને તું બહાર નીકળી શકે તે હું તને નજરે નજર દેખાડી દઉં.”
“ભલે...કાલ સવારે હું ગમે તે બહાને બહાર નીકળીશ.તમે પણ બહાર જ ઊભા રહેજે. હવે હું જાઉં...”
“કમાડ અટકાવવું નથી ?”
હવે શું અટકાવે? હમણાંજ તમારા ઘરવાળાં આવી પહોંચશે.” કહી જમની ઊભી થઈ અને સડસડાટ એરડા બહાર નીકળી ગઈ.
શ્યામસિંહના મનમાં નવી આશા ચમકી.
જમની વીસ વરસની હતી...એકરૂપ નહોતું પણ મેઢાનો સિક્કો ઠીક હતો અને નીચે ખામણે હેવાથી એના યૌવનને ઉભાર પણ દેખાવડો લાગત. ત્રણ વરસ પહેલાં જ તેના લગ્ન થયાં હતાં પણ પરણ્યા પછી પણ સાથે બનતું નહોતું અને ધણું પણ કંટાળીને કયાંક ચાલ્યો ગયે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org