________________
૨૦૮
ભાવડ શાહ
ભાગ્યવતીએ કહ્યું: “સ્વામી, મહાપુરુષોની વાણી અવશ્ય ફળે છે.”
એકવાર દાદાના દર્શને જવાની તીવ્ર ભાવના જાગી છે.....પરંતુ આ પગ.”
વચ્ચે જ ભાગ્યતીએ કહ્યું: “ શું કરીએ ? યતિદાદા તો આવતી કાલે વિહાર કરવાના છે. આપનાથી ચાલી શકાય એવા સંગ નથી. ઉત્તમ ભાવના છે એ જ ઘણું છે.”
“મને એક વિચાર આવ્યો હતો.” ૮૮ કહો ??
આવતી કાલે યતિદાદા વિહાર કરે ત્યારે ખાટલામાં સૂતા સૂતા ગામને ગોંદરે ન જઈ શકાય ?”
ભાગ્યવતી વિચારમાં પડી ગઈ. થોડીવાર પછી બેલી જઈ શકાય. પરંતુ કંઈ નહિં. આપની ભાવનાને અમલ કરી શકાય કે કેમ તે હું આજ વૈદબાપાને પૂછી આવીશ વૈદબાપા હા પાડશે તે ચાર મજુરની વ્યવસ્થા કરી શકાશે.”
ભાવડનું હૃદય પ્રસન્નતા અનુભવી રહ્યું. આવા મહાન ગુરુદેવ આંગણે આવ્યા હોય અને એમને કોઈ લાભ ન મળે એ કેમ ગમે ?
ભાગ્યવતી સધ્યા પહેલાં જ વાળુ વગેરે કાર્ય પતાવીને શિવુદાદાને ત્યાં ગઈ.
- શિવુદાદા પિતાના પૌત્રને ખેાળામાં બેસાડીને ઓસરીમાં બાંધેલી ખાટ પર બેઠા હતા...ભાગ્યવતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org