________________
૩૪૨
- ભાવડ શાહ,
આ સંશય શા માટે ? કહે...” કહી ભાવડ. બાજુમાં બેસી ગ.
ભાગ્યવતીએ ધીર ગંભીર છતાં મધુર સ્વરે કહ્યું : આપ મારા માટે બહેન લાવે ?
બહેન ?” ભવડને આશ્ચર્ય થયું.
“હા..એક બાળક વગરનું સમગ્ર જીવન સાવ સૂનું છે...ખરાડ ભૂમિ જેવું. આપ વૃદ્ધ બને તે પહેલાં.”
વચ્ચે જ ભાવડે ભાગ્યવતીને બાહુબંધનમાં ઝકડી લેતાં કહ્યું : “ભાગુ, તારી આ ઈછા હું કેવી રીતે પુરી કરી શકું ? તને શું યાદ નથી. મેં એક પત્ની વતની પ્રતિજ્ઞા લીધી છે...?”
સ્વામી.”
હું સત્ય કહું છું ભાગુ..અને બાળક થવા અંગે મારા દિલમાં કોઈ પ્રકારને સંશય નથી. યતિદાદા સમા મહાપુરુષનું કથન તું કેમ ભૂલી જાય છે ?”
“હું એ કથનને સિદ્ધ કરવા અર્થે જ કહું છું...”
તારા દ્વારા જ એમનું કથન સિદ્ધ થશે. હું તો મહાપુરુષની વાણી પ્રત્યે પળ માટેય અશ્રદ્ધા નથી સેવા.... તને આ વિચાર આજ કેમ આવ્યો?” ભાવડે પ્રેમાળ. સ્વરે કહ્યું.
ભાગ્યવતી કશું બોલી નહિં. એના નયને સજળ થઈ ગયાં હતાં. તેણે સ્વામીના ઉછરંગમાં મોટું છૂપાવી દીધું. ભાવડે તેના વાંસા પર હાથ પંપાળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org