Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 350
________________ ૩૪૧ વાદળ વિખરાયાં! શું યાદ આવ્યું હતું ? પેલા નાના ઘરમાં એક ખાટલા પર હું પગની વેદના વચ્ચે પડે રહેતો હતો તે કે રેજ સવારે તારા મધુર હાસ્યનું પાથેય લઈને કાપડની ફેરી કરવા જતો હતો તે ?” કહેતે કહેતો ભાવડ પત્ની સાથે શયનખંડમાં ગ. ભાવ ખેસ, પાઘડી, અંગરખું કાઢયાં અને ઠંડી હોવાથી એક ચાદર શરીર પર વીટવા માંડી. ભાગ્યવતીએ કશે ઉત્તર ન આપે તેવાથી ભાવડે પુનઃ કહ્યું : “શું યાદ આવ્યું હતું ?” આપ સહુને કંઈને કંઈ આપ્યું....પણ આપના અર્ધા અંગને જ સાવ ભૂલી ગયા?” પલંગ પર બેસતાં ભાગ્યવતીએ મધુર હાસ્ય સહિત કહ્યું. ભાવડ તેની સામે ઊભે રહ્યો અને પત્નીના ખભા પર એક હાથ મૂકીને બેલ્યો, “ભાગુ, હું પોતે જ તને અર્પણ થઈ ચૂકેલ છું...પછી શું આપું? ખરી રીતે તો હું જે કંઈ આપું છું એ તું જ આપે છે. કારણ કે મારા સુખદુઃખ, પ્રેરણા, હાસ્ય જે કંઈ છે તે તું જ છે.” “છતાં મારા મનની ઈચ્છાતો આપે જાણવી જોઈએને?” “અવશ્ય. એ મારું પહેલું કર્તવ્ય છે...કહે પ્રિયે, તારી કઈ ઈચ્છા પુરી કરું ?” “વચન આપે તે કહું..” “વચન આપું છું. મારા નિયમને અનુકુળ હશે એવી તારી કેઈપણ ઈચ્છા હું પુરી કરીશ.” ફરી ન જતા....” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354