________________
૨૬
વાદળ વિખરાયાં!
મધુમતિની રાજગાદી પર આવ્યાને એક વર્ષ વીતી ગયું હતું. રાઘવ પોતાની સ્થાનિક જમીન બંને નાનાભાઈઓને સોંપીને પિતાના નાના પરિવાર સાથે મધુમતિ આવી ગ હતો અને ભાવડ શેઠે તેને બે કેસના અખૂટ જળવાળી એક ઉત્તમ વાડી અને રહેણાક માટે ખોરડાં આપ્યાં હતાં.
એક જ વર્ષના ટૂંકા ગાળામાં ભાવડ શાહ પ્રજા વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. તેઓએ પિતાને વેશ વેપારી જે જ સાદે રાખ્યો હતો અને કઈ પ્રકારનો રાજસી ઠાઠમાઠ દૂર રાખ્યું હતું. પ્રજાનાં સુખદુખ એજ પોતાના સુખદુઃખ છે એવા મંત્ર સાથે તે રાજકારેબાર ચલાવી રહ્યો હતે.
નાના મોટા ગુનાએ તે દરેક રાજ્યમાં થતા જ હિોય છે. આવા ગુનાએ જે રાજા ધર્મિષ્ઠ અને સત્વશિલ હેય તો ઓછા બને છે. પરંતુ રાજા પોતે અધાર્મિક, દુરાચારી અને સ્વાથી હોય તે પ્રજાજીવન પણ એ અનિષ્ટનું આરાધક બનવા માંડે છે. ભાવડ શેઠ ગુનેગારોને સમજાવતા અને ક્ષમા આપીને એના હૃદયમાં પશ્ચાતાપને અગ્નિ પ્રગટાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org