________________
ભાવડ શાહ
એક કામ શુ દસ કામ કરીશ. પણ હાલતાચાલતે થાઉં પછી...”
ભાવડ, હું અહી નહતો પણ મારી પેઢી તો હતી જ.”
વચ્ચે જ ભાવડે કહ્યું: “મિત્ર, તું મને બહુ જ યાદ આવતો હતે. તું હેત તે મને સલાહ પણ મળત. તારી પેઢીએ જઈને શું કરું?”
એ બધી ચર્ચા જવા દઈએ. હવે મારું કર્તવ્ય બજાવવાની મને તક આપવા માગે છે કે નહિ ?”
ધર્મદાસ, હું તારા અંતરની ભાવના સમજી ગયે છું..પણ આજ સુધી મેં મારી ટેક જાળવી છે તે છેક સુધી જળવાઈ રહે એવી મને પ્રેરણા આપ...”
“હું તારે મિત્ર છું...મારા અંગે જ તારી પાયમાલી સરજાણું છે.”
ધર્મદાસ, આ તું શું કહે છે? જે કાંઈ બન્યું છે તે મારા જ કઈ પૂર્વકમના રોગે બન્યું છે તું જો મનમાં આ રીતે કપીશ તે મને મોટામાં મોટો અન્યાય કર્યો ગણાશે. તે તે મને ઉત્તમ સલાહ આપી હતી..વ્યવસ્થા પણ સરસ કરી દીધી હતી. પરંતુ મારા પાપોદયને કારણે બન્યું, એમાં તું નિમિત્તરૂપ પણ નથી. નહિં મિત્ર, એવું કલ્પનામાં પણ ન લાવીશ. અને ખરું કહું તો આ સ્થિતિમાં મને કે મારી પત્નીને કોઈ પ્રકારનું દુઃખ નથી. અમારા ધર્મને કદી બાદ નથી આવ્યો...અમારી ધર્મશ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org