________________
૨૮૩
પશુમાંથી માણસ!
ભાગ્યવતીએ સ્વામીને અનુલક્ષીને કહ્યું : “તમારા બનેવીની કાયા કંચન જેવી થઈ ગઈ છે. આવતીકાલે મૂળજીબાપા પાસે જઈ આવીએ.”
હા...” કહી ભાવડ ડેલીમાં દાખલ થયો...બહાર પડેલા રથ પર તેની નજર ગઈ હતી. ફળીયામાં અશ્વોને બાંધેલા જોયા અને તેને ચાલક લીમડાના ઓટે બેઠે હતો. ભાવડે તેના સામે જોઈને કહ્યું: “રથ તમારે છે ?”
ના... હું તે ચાલક છું. અમારા શેઠનો રથ છે... પંદર દી પહેલાં જ લીધો હતો...”
સારું...પણ રથ શેરીમાં રાખશુ તે છોકરાં કનડશે.ધર્મદાસ શેઠની વાડીએ મુકી આવ પડશે.” કહી ભાવડ ઓસરી તરફ ગયે.
શિરામણ માટે ત્રણેય દાતણ કરીને મલકચંદની વાટ જોવા માંડયા, થોડી વાર પછી મલુકચંદ આવી ગયે.
સાળે બનેવી શિરામણ કરવા બેઠા, મલુકચંદે કહ્યું “ભાવડ શેઠ, મારાં માતુશ્રી સમજતાં નથી.”
“કઈ વાતમાં ?”
ધનનો સદ્વ્યય થાય એ તેમને ભારે વસમું લાગે છે.” મલકચંદે કહ્યું.
વસેને સ્વભાવ ઘણુંવાર માનવીને આડે આવે છે. પરંતુ શુભ કાર્યમાં હિંમત ન ગુમાવવી. વડિલેને વિનય પૂર્વક સમજાવતાં રહેવું. પ્રેમ અને વિનય વડે સહુ કોઈનાં મન જીતી શકાય છે, ધીરે ધીરે મા પણ સમજી જશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org