________________
સેગડી ઉંધી પડી !
૩૦૭
“એમાં બેટું શું કામ લાગે ?”
સ્વામી, રાજા, વાજા ને વાંદરા કયારે વટકે તે કહી શકાય નહિં. આપ તેજબળને લઈને જ જાએ. એ વધારે સારું છે.”
ભાવડે કહ્યું: “રાજા વાટ જોઈને બેઠા છે. મોડું થાશે તો એમને ખોટું નંઈ લાગે? વળી મારે તેજબળને મૂકવા ઘેર પાછું આવવું પડશે.”
એનો વાંધો નહીં. તેજબળને લઈને જ જાઓ.. રામુને પણ સાથે લેતા જાઓ”
તે એમ કરને દામુ સાથે તેજબળને મોકલજે હું વહેલો જઉં છું.” કહી ભાવડ તેજબળ પાસે ગો અને તેને માલીસ કરી રહેલા દામુને કહ્યું: “દામુ, કેટલી વાર લાગશે?”
બે ઘડી લાગશે કેમ?”
તો તું એમ કરજે. હુ મહારાજા પાસે જાઉં છુ....તું તેજબળને તૈયાર કરીને ત્યાં લઈ આવજે.”
“રાજભવનમાં...?”
હા...” કહી ભાવડ ચાલતે થયે.
એારડામાં દરબાર અને તેના બે ખવાસે ભાવડની વાટ જોતા બેઠા હતા. ભાવડને જરા વાર લાગી હતી એટલે રાજાનું લેહી ઉકળાટ અનુભવી રહ્યું હતું....
ત્યાં એક નેકરે આવીને કહ્યું: “ભાવડ શેઠ આવ્યા છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org