________________
ભાવડ શાહ
આવ્યું તે વખતે દીવ્ય પુષ્પની વૃષ્ટિ થઈ દુંદુભી વાગવા માંડયા....જીવનમાં કદી સાંભળવામાં ન આવ્યા હોય એવા દૈવી વાત્રે એક પ્રહર સુધી વાગ્યાં.
આ ચમત્કાર જોઈને નંદપુરના લેકે ચક્તિ બની ગયાં અને ઘણા પરિવારોએ શ્રી જિનદત્ત મહારાજ સમક્ષ શ્રાવકધર્મ અંગિકાર કર્યો.
આમ નંદપુરમાં ઉત્તમ પુરુષના હાથે શ્રી જિન મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ
પરંતુ બે દિવસ પછી મૂળચંદના માતુશ્રી નવકારમંત્રની આરાધના કરતાં કરતાં અવસાન પામ્યાં.
ભાવડ અને ભાગ્યવતી થોડા દિવસ રોકાઈ ગયાં. ત્યાર પછી બેન બનેવીની રજા લઈને કાંપિલ્યપુર આવી ગયા.
બે વરસ પછી લખીએ પુનઃ એક ઉત્તમ લક્ષણવાળે પંચકલ્યાણ વછેરાને જન્મ આપે.
આ બે વરસમાં ભાવડે એક જેટલા વછેરાઓ ખરીદ્યા હતા... અને બધા એક સરખા રંગના હતા.
તમનરાજાએ નગરી બહાર અશ્વશાળ બાંધવા માટે ભાવડ શેઠને મેં માગી જમીન આપી. આ કાળ એવો હતો કે જમિનના વેંચાણ થતાં નહિ...જમિન જનતાની કહેવાતી. રાજા એનું નિયંત્રણ કરે. આર્ય સંસ્કૃતિનો એક આદર્શ એ હતો કે જ્યાં જેનો જન્મ થયો હોય ત્યાં તે માનવીને જમિનને અધિકાર સ્વયં પ્રાપ્ત થાય છે.
ભાવડે એક સુંદર અશ્વશાળા બંધાવી...વીસ જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org