________________
૩૨૧
સાધનાની ભેટ ! ગયા. અને આશ્ચર્ય નિહાળવા જનતાના ટેળે ટોળાં ઉપવનમાં આવવા માંડયાં.
બીજે દિવસે ભાવડ એકલે મહારાજ વિક્રમાદિત્યને મળવા માટે રાજભવન તરફ ગયે. આવ્યો તે દિવસે તેણે તપાસ કરી લીધી હતી કે મહારાજ વિક્રમાદિત્ય સૂર્યોદય પછી રાજભવનમાં કોઈપણ મુલાકાતીને મળી શકે છે.
વીર વિકમ સડસઠ વર્ષને થયા હતાએને પ્રિય મહાપ્રતિહાર અજયસેન થોડા વર્ષો પહેલાં જ મૃત્યુ પામ્યો હોવાથી એની જગ્યાએ તેને પુત્ર કાતિસેન ગોઠવાયો હતો.
ભાવડશેઠ પ્રથમ મહાપ્રતિહારને મળ્યા અને મહારાજાધિરાજને મળવાની ઈચ્છા દર્શાવી.
થોડી જ વારમાં કીતિસેન ભાવડ શેઠને સમ્રાટ વિક્રમાદિત્યના ખંડમાં લઈ ગયે.
મહારાજ વિક્રમાદિત્યને જોતાં જ ભાવડે ત્રણવાર નમન કર્યું. તેણે કયું હતું કે મહારાજ વીર વિક્રમ સડસઠ વર્ષના વૃદ્ધ હશે. પણ વીર વિક્રમના મસ્તક પર એક પણ ત વાળ નહોતો. તેમ જ એમની કાયા સ્વસ્થ અને સુદઢ હતી.
વીરવિકમ ભાવડશેઠને એક આસન પર બેસાડીને કુશળ પૂછયા અને મળવા આવવાનું કારણ જાણવા પ્રશ્ન કર્યો.
ભાવડે આસન પરથી ઊભા થઈ વિનમ્ર સ્વરે કહ્યું : “કૃપાનાથ, હું એક કાર્ય માટે આવ્યો છું.....સૌરાષ્ટ્રમાં ભા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org