________________
રાજપદ
૩ ૩૫
ત્યાર પછી વંદના કરીને તે વિદાય થ.
બીજે દિવસે યતિદાદાને વળાવવા અર્થે મહારાજ વિક્રમાદિત્ય પિતાના પરિવાર સાથે આવ્યા...
ભાવડ અને તેના માણસે આવ્યા... નગરીના હજારો નરનાર આવ્યાં...
નગરીથી એક કોષ પર્યત સહુ પગે ચાલતા મુનિરાજની સાથે ગયા.
યતિદાદાએ સહુને માંગલિક સંભળાવીને જીવનનું સાચું બળ ધર્મ છે, જીદગીને સાચો સહારે ધર્મ છે અને જીદગીનું સૌંદર્ય પણ ધર્મ છે એવો ઉપદેશ આપ્યો.
જેમને કોઈ પ્રત્યે રાગ નથી કેઈ દ્વેષ નથી કે અંતરમાં કોઈ ભૌતિક કામના નથી, એવા યતિદાદા પિતાના બંને શિવે સાથે શ્રી જિનશાસન જયનાદ સાંભળતા સાંભળતા ચાલતા થયા.
હજારે નરનાર આ મહાપુરુષને જતા જોઈ રહ્યા.
બે દિવસ વધુ રોકાઈને ભાવડશેઠ પણ વિદાય થયા. વિદાય વખતે સમ્રાટ વિક્રમાદિત્યે પાંચ રથ, વીસ સૈનિક, સારું એવું દ્રવ્ય વગેરે સાથે આપ્યું.
ભાવડશેઠ દરમજલ કરતા કરતા પચીસમા દિવસે કાંપિલ્યપુર નગરીના પાદરમાં પહોંચ્યા.
ભાવડશેઠ પાદરમાં આવી પહોંચ્યાની જાણ થતાં જ મધુમતિને વહિવટદાર, તપનરાજ, કારભારીઓ, નગરીના શેઠીયાએ, બીજા સેંકડે નરનાર, રાજપુરોહિત નારાયણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org