________________
-સાધનાની ભેટ
૩૧૯
“એટલે બધે દૂર જશો?”
આરામથી જઈશ તે એક મહિને પહોંચતા. અઠવાડીયું ત્યાં રહીશ ને વળતાં લખીના કનક પર પાછા આવીશ એટલે વિસમે દિવસે ઘેર...બે મહિના થશે.... આ ભવન તને એકલીને રહેવામાં મોટું જણાય તે તું પણ -સાથે આવ...”
હું અશ્વ પર એટલી લાંબી મુસાફરી કરી શકું નહિ. એ કરતાં બહેનને ને ભાણેજને અહીં તેડાવીએ. બેનને ચોથે મહિનો ચાલે છે કે પાંચમે બેઠે હશે....” ભાગ્યવતી એ કહ્યું.
ભાવડને આ વિચાર ગમી ગયે. અને બે દિવસ પછી તે શાહ પર સવાર થઈને નંદપુર રવાના થયો. - ત્યાં પહોંચ્યા પછી તે જાણું શક કે મલકચંદ શેઠ પણ સુરજને બેચાર દિવસમાં જ મૂકવા આવવાનું વિચારતા હતા.
ભાવડ ત્રણ દિવસ બહેનને ત્યાં રહ્યો. વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવંતની ત્રણ દિવસ ઉ૯લાસ પૂર્વક ભક્તિ કરી અને ચોથે દિવસે બહેન તથા ભાણેજને રથમાં બેસાડી પોતે રવાના થશે.
- ઘેર આવ્યા પછી પંદર દિવસમાં જ ભાવડે પ્રવાસની રતૈયારી કરી લીધી. વીસ માણસ, એકસે એકાવન એકરંગી અશ્વો, શાહ, કનક અને જેમને અશ્વવિદ્યા શીખવાડી હતી તે પાંચેય સાગરીતને લઈને ભાવડ ત્રણ નવકાર મંત્ર ગણીને અવંતિ તરફ રવાના થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org